________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 239 સાત આવરણ (અવધિજ્ઞાનાવરણ સિવાયના 4 જ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ સિવાયના 3 દર્શનાવરણ)નો જઘન્ય પ્રદેશસંક્રમ અવધિજ્ઞાની જીવ બંધવિચ્છેદસમયે કરે છે. અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો જઘન્ય પ્રદેશસંક્રમ અવધિજ્ઞાન વિનાનો જીવ બંધવિચ્છેદસમયે કરે છે. નિદ્રા 2, અંતરાય 5 અને હાસ્ય નો જઘન્ય પ્રદેશસંક્રમ પોતપોતાના બંધવિચ્છેદસમયે થાય છે. (97) सायस्स णुवसमित्ता, असायबंधाण चरिमबंधते / खवणाए लोभस्स वि, अपुव्वकरणालिगा अंते // 98 // મોહનીયનો ઉપશમ કર્યા વિના ક્ષપકશ્રેણિ માંડનાર જીવ અસાતાના ચરમ બંધના ચરમ સમયે સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. મોહનીયનો ઉપશમ કર્યા વિના ક્ષપકશ્રેણિ માંડનાર જીવ અપૂર્વકરણની પ્રથમ આવલિકાના ચરમ સમયે સંજવલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (98) अयरछावट्ठिदुर्ग, गालिय थीवेयथीणगिद्धितिगे / सगखवणहापवत्तस्संते, एमेव मिच्छत्ते // 19 // બે 66 સાગરોપમ (132 સાગરોપમ) સુધી સમ્યક્ત પાળતો જીવ સ્ત્રીવેદ અને થિણદ્ધિ ૩ના ઘણા દલિકોને ખાલી કરી આ પ્રકૃતિઓની ક્ષપણા કરે ત્યારે યથાપ્રવૃત્તકરણ (૭મા ગુણઠાણા)ના ચરમ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. મિથ્યાત્વમોહનીયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી પણ એ જ પ્રમાણે જાણવા. (99)