________________ 238 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ चउरुवसमित्तु मोहं, मिच्छत्तगयस्स नीयबंधतो / उच्चागोउक्कोसो, तत्तो लहुसिज्झओ होइ // 13 // મોહનીયકર્મનો ચાર વાર ઉપશમ કરીને મિથ્યાત્વે ગયેલો નીચગોત્રના બંધવિચ્છેદ પછી શીધ્ર મોક્ષમાં જનારો જીવ નીચગોત્રના બંધના ચરમ સમયે ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (93) पल्लासंखियभागूण, कम्मठिइमच्छिओ निगोएसु / सुहुमेसुऽभवियजोग्गं, जहन्नयं कट्ठ निग्गम्म // 14 // जोग्गेसुऽसंखवारे, सम्मत्तं लभिय देसविरइं च / अट्ठक्खुत्तो विरइं, संजोयणहा तइयवारे // 15 // चउरुवसमित्तु मोहं, लहुं खवेंतो भवे खवियकम्मो / पाएण तहिं पगयं, पडुच्च काओ वि सविसेसं // 16 // જે જીવ પલ્યોપમ/અસંખ્ય ન્યૂન કર્મસ્થિતિકાળ સુધી સૂક્ષ્મ નિગોદમાં રહે, ત્યાં અભવ્યયોગ્ય જઘન્ય પ્રદેશસંચય કરીને નીકળે, સમ્યક્ત-દેશવિરતિ-સર્વવિપિતિને યોગ્ય ત્રસજીવોમાં ઉત્પન્ન થઇને અસંખ્યવાર સમ્યક્ત અને દેશવિરતિ પામે, 8 વાર વિરતિ પામે, તેટલીવાર (8 વાર) અનંતાનુબંધીની વિસંયોજના કરે, 4 વાર મોહનીયને ઉપશમાવે, પછી શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે તે ક્ષપિતકર્માશ બને છે. અહીં જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિત્વમાં ઘણુ કરીને તેનો અધિકાર છે. કેટલીક પ્રવૃતિઓને આશ્રયીને વિશેષ કહીશ. (94,95,96) आवरणसत्तगम्मि उ, सहोहिणा तं विणोहिजुयलम्मि / निद्दादुगंतराइय-हासचउक्के य बंधते // 97 //