________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 237 પહેલું સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, સુખગતિ, ત્રસ 4, સુભગ 3 = 12) અને પહેલા સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ 132 સાગરોપમમાં તે પ્રકૃતિઓને પુષ્ટ કરનાર જીવ કરે છે. (89) पूरित्तु पुव्वकोडीपुहुत्त, संछोभगस्स निरयदुग / देवगईनवगस्स य, सगबंधंतालिगं गंतुं // 10 // પૂર્વકોટીપૃથક્ત સુધી નરક રને પુષ્ટ કરીને ક્ષપકશ્રેણિ માંડનાર જીવ નરક ૨ના ચરમ પ્રક્ષેપ વખતે સર્વસંક્રમથી તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. દેવ રે, વૈક્રિય 7 ને પૂર્વ કોટીપૃથક્ત સુધી પુષ્ટ કરીને ક્ષપકશ્રેણિ માંડનાર જીવ પોતપોતાના બંધવિચ્છેદ પછી આવલિકા પછી તેમનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (90) सव्वचिरं सम्मत्तं, अणुपालिय पूरयित्तु मणुयदुगं / सत्तमखिइनिग्गइए, पढमे समए नरदुगस्स // 11 // સાતમી નરકમાં સૌથી વધુ કાળ સમ્યક્ત પાળીને મનુષ્ય રને પુષ્ટ કરીને સાતમી નરકમાંથી નીકળેલો જીવ પહેલા સમયે મનુષ્ય નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (91) थावरतज्जाआया-वुज्जोयाओ नपुंसगसमाओ / आहारगतित्थयरं, थिरसममुक्कस्स सगकालं // 12 // સ્થાવર, એકેન્દ્રિયજાતિ, આતપ, ઉદ્યોતના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી નપુંસકવેદની જેમ જાણવા. આહારક 7 અને જિનનામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી સ્થિરની જેમ છે, પણ તે પ્રકૃતિઓ પોતપાતોના ઉત્કૃષ્ટ બંધકાળ સુધી પુષ્ટ થયા પછી બંધવિચ્છેદની આવલિકા પછી તેમનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. (92)