________________ 236 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ वरिसवरित्थि पूरिय, सम्मत्तमसंखवासियं लहिय / गंता मिच्छत्ताओ, जहन्नदेवट्ठिई भोच्चा // 86 // आगंतुं लहुं पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स / तस्सेव सगे कोहस्स, माणमायाणमवि कसिणो // 87 // નપુંસકવેદને અને સ્ત્રીવેદને પુષ્ટ કરીને પછી અસંખ્ય વર્ષનું સમ્યક્ત પામીને મિથ્યાત્વે જઇને 10,000 વર્ષનું દેવાયુષ્ય ભોગવીને મનુષ્ય થઈને શીધ્ર ક્ષપણા કરે ત્યારે પુરુષવેદના ચરમ પ્રક્ષેપ વખતે પુરુષવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. તે જ જીવ સંજવલન ક્રોધને ખપાવે ત્યારે તેના ચરમ પ્રક્ષેપ વખતે સર્વસંક્રમથી સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. એ જ પ્રમાણે સંજવલન માન અને સંજવલન માયાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. (86,87) चउरुवसमित्तु खिप्पं, लोभजसाणं ससंकमस्संते / सुभधुवबंधिगनामाणा-वलिगं गंतु बंधता // 8 // મોહનીયકર્મનો 4 વાર ઉપશમ કરીને શીઘ્ર ક્ષપણા કરે ત્યારે પોતપોતાના સંક્રમને અંતે ચરમ પ્રક્ષેપ વખતે સંજવલન લોભ અને યશનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. શુભ યુવબંધી પ્રકૃતિઓ (તેજસ 7, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ = ૨૦)નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મોહનીયકર્મનો 4 વાર ઉપશમ કરીને બંધવિચ્છેદ થયા પછી આવલિકા પછી થાય છે. (88) निद्धसमा य थिरसुभा, सम्मद्दिट्ठिस्स सुभधुवाओ वि / सुभसंघयणजुयाओ, बत्तीससयोदहिचियाओ // 89 // સ્થિર અને શુભનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્નિગ્ધસ્પર્શની જેમ જાણવો. સમ્યગ્દષ્ટિની શુભ ધ્રુવબંધી પ્રકૃતિઓ (પંચેન્દ્રિયજાતિ,