________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 235 નરકનો જીવ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પથમિક સમ્યક્ત પામીને સમ્યક્વમોહનીયને પુષ્ટ કરીને મિથ્યાત્વ પામે ત્યારે તેના પહેલા સમયે સમ્યક્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (2) भिन्नमुहुत्ते सेसे, तच्चरमावस्सगाणि किच्चेत्थ / संजोयणा विसंजोयगस्स, संछोभणा एसिं // 83 // સાતમી નરકમાં રહેલો ગુણિતકર્માશ જીવ આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે છેલ્લા આવશ્યક કૃત્યો (અંતર્મુહૂર્ત સુધી યોગના યવમધ્યની ઉપર રહેવું વગેરે) કરીને સાતમી નરકમાંથી ચ્યવી તિર્યંચમાં આવી સમ્યક્ત પામી ક્ષાયોપથમિક સમકિતી થઇને અનંતાનુબંધીની વિસંયોજના કરે ત્યારે તેના ચરમ પ્રક્ષેપ વખતે અનંતાનુબંધી ૪નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (83) ईसाणागयपुरिसस्स, इत्थियाए व अट्ठवासाए / मासपुहत्तब्भहिए, नपुंसगे सव्वसंकमणे // 84 // ઇશાન દેવલોકમાંથી આવેલા 8 વર્ષ + મુહૂર્તપૃથક્વની વયવાળા પુરુષ કે સ્ત્રી નપુંસકવેદને ખપાવે ત્યારે તેના ચરમ પ્રક્ષેપ વખતે નપુંસકવેદનો સર્વસંક્રમથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (84) इत्थीए भोगभूमिसु, जीविय वासाणऽसंखियाणि तओ / हस्सठिई देवत्ता, सव्वलहुं सव्वसंछोभे // 85 // ભોગભૂમીઓમાં અસંખ્ય વર્ષો સુધી જીવીને અને સ્ત્રીવેદને બાંધીને પછી 10,000 વર્ષની સ્થિતિવાળો દેવ થાય, ત્યાંથી વી મનુષ્યમાં આવી શીધ્ર ક્ષપણા કરે ત્યારે સ્ત્રીવેદના ચરમ પ્રક્ષેપ વખતે સર્વસંક્રમથી સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (85)