________________ 234 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ कम्मचउक्के असुभाण-बज्झमाणीण सुहुमरागते / संछोभणमि नियगे, चउवीसाए नियट्टिस्स // 80 // ચાર કર્મો (દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર)ની સૂક્ષ્મસંપરાય ગુણઠાણે નહીં બંધાનારી અશુભ પ્રકૃતિઓ (નિદ્રા 2, અસાતા, પહેલા સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, પહેલા સંઘયણ સિવાયના પાંચ સંઘયણ, અશુભ વર્ણાદિ 9, ઉપધાત, કુખગતિ, અપર્યાપ્ત, અસ્થિર 6, નીચગોત્ર = 32) નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માશ ક્ષેપક ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે કરે. 24 પ્રકૃતિઓ (અપ્રત્યાખ્યાનાવરણ 4, પ્રત્યાખ્યાનાવરણ 4, થિણદ્ધિ 3, તિર્યંચ 2, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ, હાસ્ય 6) નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માશ ક્ષપક ૯માં ગુણઠાણે પોતપોતાના ચરમ પ્રક્ષેપ વખતે કરે છે. (80) तत्तो अणंतरागय-समयादुक्कस्स सायबंधद्धं / बंधिय असायबंधावलि-गंतसमयम्मि सायस्स // 81 // ગુણિતકર્માશ જીવ સાતમી નરકમાંથી નીકળી પછીના ભાવમાં પહેલા સમયથી સાતાના ઉત્કૃષ્ટ બંધકાળ સુધી સાતા બાંધીને અસાતાની બંધાવલિકાના ચરમ સમયે સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. (81) संछोभणाए दोण्हं, मोहाणं वेयगस्स खणसेसे / उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए // 82 // | મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયરૂપ બે મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ક્ષેપક તેમના ચરમ પ્રક્ષેપ વખતે કરે છે. સાતમી