________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 233 जोगजवमज्झउवरिं, मुहुत्तमच्छित्तु जीवियवसाणे / तिचरिमदुचरिमसमए पूरित्तु कसायउक्कस्सं // 77 // जोगुक्कोसं चरिमदुचरिमे, समए य चरिमसमयम्मि / संपुण्णगुणियकम्मो, पगयं तेणेह सामित्ते // 78 // જે જીવ બાદર ત્રસકાયની કાયસ્થિતિથી ન્યૂન કર્મસ્થિતિકાળ સુધી બાદરપૃથ્વીકાયમાં પર્યાપ્તભવોમાં ઘણો કાળ અને અપર્યાપ્તભવોમાં અલ્પકાળ રહે, ઉત્કૃષ્ટ યોગમાં અને ઉત્કૃષ્ટ કષાયોમાં ઘણીવાર રહે, દરેક ભવમાં આયુષ્યનો બંધ જઘન્યયોગમાં કરે, ઉપરની સ્થિતિઓમાં ઘણા દલિકો નાંખે, પછી એ જ પ્રમાણે બાદર ત્રસકાયમાં કાયસ્થિતિ સુધી રહે, તેમાં જેટલીવાર સાતમી નરકમાં જઈ શકે તેટલી વાર તેમાં જઇને અંતે સાતમી નરકમાં સૌથી પહેલા પર્યાપ્ત થાય, અનેકવાર ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કષાયમાં રહે, અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે યોગના યવમધ્યની ઉપર (8 સમયવાળા યોગસ્થાનોની ઉપરના યોગસ્થાનોમાં) અંતર્મુહૂર્ત રહે, ત્રિચરમ સમયે અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાયોને પુષ્ટ કરે, દ્વિચરમ સમયે અને ચરમ સમયે ઉત્કૃષ્ટ યોગમાં રહે તે જીવ ચરમ સમયે સંપૂર્ણ ગુણિતકર્માશ થાય છે. અહીં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વમાં તેનો અધિકાર છે. (74,75,76,77,78) तत्तो उव्वट्टित्ता, आवलिगासमयतब्भवत्थस्स / आवरणविग्घचोद्दस-गोरालियसत्त उक्कोसो // 79 // જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, ઔદારિક ૭નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માશ જીવ સાતમી નરકમાંથી નીકળીને પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચમાં આવીને પ્રથમાવલિકાના ચરમ સમયે કરે. (79)