________________ 2 4O કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ हस्सगुणसंकमद्धाए, पूरयित्ता समीससम्मत्तं / चिरसम्मत्ता मिच्छत्त-गयस्सुव्वलणथोगे सिं // 10 // સમ્યક્ત પામીને અલ્પકાળમાં ગુણસંક્રમ વડે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયને પુષ્ટ કરીને લાંબો કાળ (132 સાગરોપમ) સમ્યક્ત પાળી મિથ્યાત્વે ગયેલો જીવ ઉઠ્ઠલનાસંક્રમના દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (100) संजोयणाण चउरुवसमित्तु, संजोयइत्तु अप्पद्धं / अयरच्छावट्ठिदुगं, पालिय सकहप्पवत्तंते // 101 // મોહનીયનો ચાર વાર ઉપશમ કરીને મિથ્યાત્વે જઈ અલ્પકાળ સુધી અનંતાનુબંધી 4 બાંધીને 132 સાગરોપમ સુધી સમ્યક્ત પાળીને અનંતાનુબંધી ૪ની ક્ષપણા કરનાર જીવ પોતાના યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે અનંતાનુબંધી જનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. (101) अट्ठकसायासाए य, असुभधुवबंधिअत्थिरतिगे य / सव्वलहुँ खवणाए, अहापवत्तस्स चरिमम्मि // 102 // 8 કષાય (અપ્રત્યાખ્યાનાવરણ 4, પ્રત્યાખ્યાનાવરણ 4). અસાતા, અશુભ ધ્રુવબંધી પ્રકૃતિઓ (અશુભ વર્ણાદિ 9, ઉપઘાત), અસ્થિર 3 - આ 22 પ્રકૃતિઓની શીધ્ર ક્ષપણા કરનારો જીવ યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જધન્ય પ્રદેશસંક્રમ કરે છે. (10) पुरिसे संजलणतिगे य, घोलमाणेण चरमबद्धस्स / सगअंतिमे असाएण, समा अरई य सोगो य // 103 //