________________ 231 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ जासि ण बंधो गुण-भव-पच्चयओ तासि होइ विज्झाओ। अंगुलअसंखभागेण-वहारो तेण सेसस्स // 68 // જે પ્રકૃતિઓનો ગુણપ્રત્યયથી કે ભવપ્રત્યયથી બંધ થતો નથી તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. પહેલા સમયે વિધ્યાસક્રમ વડે પરપ્રકૃતિમાં જેટલું દલિક નંખાય છે તે પ્રમાણ વડે જો શેષ દલિક ખાલી કરાય તો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ સમયોમાં તે ખાલી થાય છે. (68) गुणसंकमो अबज्झंतिगाण, असुभाणपुव्वकरणाई / बंधे अहापवत्तो, परित्तिओ वा अबंधे वि // 69 // ગુણસંક્રમ અનધ્યમાન અશુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણથી માંડીને થાય છે. યથાપ્રવૃત્તસંક્રમ ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે થાય છે, પરાવર્તમાન પ્રકૃતિઓનો બંધ હોય ત્યારે કે બંધ ન હોય ત્યારે પણ થાય છે. (69) थोवोऽवहारकालो, गुणसंकमेण असंखगुणणाए / सेसस्सहापवत्ते, विज्झाउव्वलण नामे य // 70 // ઉઠ્ઠલનાસંક્રમના શેષ (ચરમ સ્થિતિખંડ) ને ગુણસંક્રમથી ખાલી કરવાનો કાળ અલ્પ છે, યથાપ્રવૃત્તસંક્રમથી, વિધ્યાતસંક્રમથી અને ઉઠ્ઠલનાસંક્રમથી તેને ખાલી કરવાનો કાળ ક્રમશ: અસંખ્યગુણ છે. (70). पल्लासंखियभागेण-हापवत्तेण सेसगवहारो / / उव्वलणेण वि थिबुगो, अणुइन्नाए उ जं उदए // 71 // ઉદ્ધવનાસંક્રમના શેષ (ચરમ સ્થિતિખંડ) ને યથાપ્રવૃત્તસંક્રમથી અને ઉદ્ધવનાસંક્રમથી (ઉઠ્ઠલનાસંક્રમના દ્વિચરમ સ્થિતિખંડના ચરમ 10