________________ 23) કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ चरममसंखिज्जगुणं, अणुसमयमसंखगुणियसेढीए / देइ परट्ठाणेवं, संछुभंतीणमवि कसिणो // 65 // દ્વિચરમ સ્થિતિખંડ કરતા ચરમ સ્થિતિખંડ સ્થિતિની અપેક્ષાએ અસંખ્યગુણ છે. ચરમ સ્થિતિખંડના ઉદયાવલિકા ઉપરના દલિકને પ્રતિસમય અસંખ્યગુણશ્રેણિથી પરસ્થાનમાં નાંખે છે. આ પ્રમાણે પરપ્રકૃતિમાં નંખાતી પ્રકૃતિઓનો ચરમ સમયે જે સંપૂર્ણ સંક્રમ થાય છે તે સર્વસંક્રમ છે. (65) एवं मिच्छद्दिट्ठिस्स, वेयगं मीसगं तओ पच्छा / एगिदियस्स सुरदुगमओ, सवेउव्विणिरयदुगं // 66 // આ જ પ્રમાણે ૨૦ની સત્તાવાળો મિથ્યાષ્ટિ પહેલા સમ્યક્વમોહનીયની ઉદ્દલના કરે છે, પછી મિશ્રમોહનીયની ઉઠ્ઠલના કરે છે. નામકર્મની ૯પની સત્તાવાળો એકેન્દ્રિય દેવ ની ઉઠ્ઠલના કરે છે, પછી વૈક્રિય 7 અને નરક રની ઉદ્ધના કરે છે. (66) सुहुमतसे गोत्तुत्तममओ य, णरदुगमहानियट्टिम्मि / छत्तीसाए णियगे, संजोयणदिट्ठिजुअले य // 67 // સૂક્ષ્મ ત્રસ જીવો (તેઉકાય-વાયુકાય) પહેલા ઉચ્ચગોત્રની ઉલના કરે છે, પછી મનુષ્ય રની ઉઠ્ઠલના કરે છે. અનિવૃત્તિબાદર ગુણસ્થાનકે 36 પ્રકૃતિઓ (થિણદ્ધિ 3, નામની 13, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજવલન 3, નોકષાય ૯)ની ઉઠ્ઠલના થાય છે. અનંતાનુબંધી 4, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્વલના પોતપોતાના ક્ષેપક અવિરતિસમ્યગ્દષ્ટિ વગેરે જીવો કરે છે. (67)