________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 29 आहारतणू भिन्नमुहुत्ता, अविरइगओ पउव्वलए / जा अविरतो त्ति उव्वलइ, पल्लभागे असंखतमे // 61 // આહારક ૭ની સત્તાવાળો જીવ અવિરતિમાં આવીને અંતર્મુહૂર્ત પછી આહારક ૭ની ઉદ્દલના શરૂ કરે. તે જ્યાં સુધી અવિરતિમાં રહે ત્યાંસુધી પલ્યોપમ/અસંખ્યમાં આહારક ૭ની ઉદ્ધલના કરે. (61) अंतोमुहुत्तमद्धं, पल्लासंखिज्जमित्तठिइखंडं / उक्किरइ पुणो वि तहा, ऊणूणमसंखगुणहं जा // 62 // અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ સ્થિતિખંડની ઉદ્દલના કરે. ફરી તે પ્રમાણે અંતર્મુહૂર્તમાં ચૂન ચૂન સ્થિતિખંડની ઉઠ્ઠલના કરે. એમ યાવત્ પ્રથમ સ્થિતિખંડ કરતા અસંખ્યગુણહીન ઉપાંત્ય સ્થિતિખંડ સુધી જાણવું. (62) तं दलियं सट्ठाणे, समए समए असंखगुणियाए / सेढीए परठाणे, विसेसहाणीए संछुभइ // 63 // તે દલિક સમયે સમયે સ્વસ્થાનમાં અસંખ્ય ગુણ શ્રેણિથી નાંખે છે અને પરસ્થાનમાં વિશેષહાનિથી નાંખે છે. (63) जं दुचरमस्स चरिमे, अन्नं संकमइ तेण सव्वं पि / अंगुलअसंखभागेण, हीरए एस उव्वलणा // 64 // દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે અન્ય પ્રકૃતિમાં જેટલુ દલિક સંક્રમે છે તે પ્રમાણથી ચરમ સ્થિતિખંડને સમયે સમયે ખાલી કરતા અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ સમયોમાં (અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીમાં) તે ખાલી થાય છે. આ ઉલનાસંક્રમ છે. (64)