________________ 2 28 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ અંતરકરણ કર્યા પછી ઘાતી પ્રવૃતિઓમાંની જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનકે જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો તે પ્રકૃતિઓને ત્યાં જઘન્ય રસસંક્રમ પણ જાણવો. બે દર્શનમોહનીય (સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય)નો જઘન્ય રસસંક્રમ પોતાના ચરમ રસખંડના સંક્રમ વખતે થાય છે. (57) आऊण जहन्नठिई, बंधिय जावत्थि संकमो ताव / उव्वलणतित्थसंजोयणा य, पढमालियं गंतुं // 58 // ચાર આયુષ્યની જઘન્ય સ્થિતિ બાંધીને બંધાવલિકા પછી જ્યાં સુધી આયુષ્યનો સંક્રમ હોય ત્યાં સુધી (સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી) તેમનો જઘન્ય રસસંક્રમ થાય છે. ઉદ્વલનયોગ્ય 21 પ્રકૃતિઓ, જિનનામકર્મ અને અનંતાનુબંધી ૪નો જઘન્ય રસસંક્રમ પ્રથમ આવલિકા (બંધાવલિકા) ઓળંગીને પછી થાય છે. (58) सेसाण सुहुम हयसंत-कम्मिगो तस्स हेट्टओ जाव / बंधइ ताव एगिदिओ व, णेगिदिओ वावि // 59 // શેષ શુભ-અશુભ પ્રકૃતિઓનો જઘન્ય રસસંક્રમ જેણે ઘણી રસસત્તાને હણી છે એવો સૂક્ષ્મ એકેન્દ્રિય (તેઉકાય-વાયુકાય) જીવ તે જ એકેન્દ્રિયના ભવમાં કે એકેન્દ્રિય સિવાયના ભવોમાં જયાં સુધી પોતાની રસસત્તાથી ઓછો રસબંધ કરે ત્યાં સુધી કરે છે. (59) जं दलियमनपगई, निज्जइ सो संकमो पएसस्स / उव्वलणो विज्झाओ, अहापवत्तो गुणो सव्वो // 60 // સંક્રમયોગ્ય કર્મલિકને અન્ય પ્રકૃતિમાં જે લઇ જવાય છે તે પ્રદેશસંક્રમ છે. તે પાંચ પ્રકારનો છે - ઉદ્ધવનાસંક્રમ, વિધ્યાતસંક્રમ, યથાપ્રવૃત્તસંક્રમ, ગુણસંક્રમ અને સર્વસંક્રમ. (60)