________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 27 આતપ, ઉદ્યોત, મનુષ્યગતિ પ (મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દારિક ર, પહેલુ સંઘયણ)નો ઉત્કૃષ્ટ રસસંક્રમ બધા જીવો કરે. ચાર આયુષ્યનો ઉત્કૃષ્ટ રસસંક્રમ ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી થાય છે. શેષ શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસસંક્રમ ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા બાદ ૧૩માં ગુણઠાણાના ચરમ સમય સુધી થાય છે. (54) खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरि / केवलिणो णंतगुणं, असन्निओ सेस असुभाणं // 55 // ક્ષપકશ્રેણિમાં જયાં સુધી અંતરકરણ નથી કરાતું ત્યાં સુધી સર્વઘાતી પ્રકૃતિઓ અને દેશઘાતી પ્રકૃતિઓનો રસ સૂક્ષ્મ એકેન્દ્રિયની રસસત્તા કરતા અનંતગુણ હોય છે. શેષ અશુભ અઘાતી પ્રકૃતિઓ (અસાતા, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, અશુભ વર્ણાદિ 9, ઉપઘાત, કુખગતિ, અસ્થિર 6, અપર્યાપ્ત, નીચગોત્ર = 30) ની કેવળીને રસસત્તા અસંજ્ઞી પંચેન્દ્રિયની રસસત્તા કરતા અનંતગુણ હોય છે. (55) सम्मद्दिट्ठी न हणइ, सुभाणुभागे असम्मदिट्ठी वि / सम्मत्तमीसगाणं, उक्कोसं वज्जिया खवणं // 56 // સમ્યગ્દષ્ટિ જીવ શુભપ્રકૃતિના રસને હણે નહીં. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ ક્ષપણાકાળ સિવાય સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ રસને હણે નહીં. (56) अंतरकरणा उवरिं, जहन्नठिइसंकमो उ जस्स जहिं / घाईणं नियगचरम-रसखंडे दिट्ठिमोहदुगे // 57 //