________________ 2 26 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ तिविहो छत्तीसाए, णुक्कोसोऽह णवगस्स य चउद्धा / एयासिं सेसगा सेसगाण, सव्वे य दुविगप्पा // 51 // 36 પ્રકૃતિઓ (સાતા, પંચેન્દ્રિયજાતિ, તેજસ 7, પહેલુ સંસ્થાન, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, ઉચ્છવાસ, પરાઘાત, નિર્માણ, સુખગતિ, ત્રસ ૧૦)નો અનુત્કૃષ્ટ રસસંક્રમ અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારનો છે. 9 પ્રકૃતિઓ (ઉદ્યોત, પહેલું સંઘયણ, ઔદારિક 7) નો અનુત્કૃષ્ટ રસસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારનો છે. આ (કહેલી) પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના બધા વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે વિકલ્પવાળા છે. (51) उक्कोसगं पबंधिय, आवलियमइच्छिऊण उक्कोसं / जाव न घाएइ तयं, संकमइ य आमुहुत्तत्तो // 52 // મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા ઓળંગીને ઉત્કૃષ્ટરસનો જ્યાંસુધી ઘાત ન કરે ત્યાં સુધી અંતર્મુહૂર્તપર્યંત તેને સંક્રમાવે છે. () असुभाणं अन्नयरो, सुहुमअपज्जत्तगाइमिच्छो य / वज्जिय असंखवासाउए य, मणुओववाए य // 53 // અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો અને મનુષ્યમાં ઉત્પન્ન થનારા (આનતાદિ દેવલોકના) દેવોને છોડીને મિથ્યાદૃષ્ટિ અપર્યાપ્ત સૂક્ષ્મ વગેરેમાંથી કોઇ પણ જીવ અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસસંક્રમ કરે છે. (53) सव्वत्थायावुज्जोय-मणुयगइ पंचगाण आऊणं / समयाहिगालिगा, सेसगत्ति सेसाण जोगंता // 54 //