________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 2 3 સમ્યક્વમોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ કૃતકરણ જીવ સમ્યક્વમોહનીયની સ્થિતિ સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે કરે છે. દર્શનમોહનીય (મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય) નો જઘન્ય સ્થિતિસંક્રમ તેમનો ક્ષપક ચરમખંડને સંક્રમાવે ત્યારે કરે છે. (41) समउत्तरालिगाए, लोभे सेसाइ सुहुमरागस्स / पढमकसायाण, विसंजोयणसंछोभणाए उ // 42 // સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળો જીવ સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજવલનલોભનો જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. અનંતાનુબંધી વિસંયોજના કરનાર ચરમ પ્રક્ષેપ વખતે અનંતાનુબંધી ૪નો જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. (42) चरिमसजोगे जा अत्थि, तासि सा चेव सेसगाणं तु / खवगक्कमेण अनियट्टि-बायरो वेयगो वेए // 43 // ૧૩માં ગુણઠાણે જેમના સંક્રમનો અંત થાય છે એવી પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૩માં ગુણઠાણાવાળો જીવ ચરમ સમયે કરે છે. શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ ૯મા ગુણઠાણાવાળો જીવ ક્ષપણના ક્રમથી પોતાના ચરમ પ્રક્ષેપ વખતે કરે છે. વેદ (પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદોનો જઘન્ય સ્થિતિસંક્રમ સ્વોદયમાં વર્તમાન ૯મા ગુણઠાણાવાળો જીવ પોતાના ચરમ પ્રક્ષેપ વખતે કરે છે. (43) मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे / फड्डगनिद्देसो सिं, सव्वेयरघायऽघाईणं // 44 // રસસંક્રમ મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક છે.