________________ 2 2 2 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ बन्धाओ उक्कोसो जासिं, गंतूण आलिगं परओ / उक्कोससामिओ, संकमेण जासिं दुगं तासि // 38 // જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધથી મળે છે તેમના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બંધાવલિકાને ઓળંગ્યા પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી જીવો જ છે. જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમથી મળે છે તેમના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બે આવલિકા ઓળંગીને પછીના જીવો છે. (38) तस्संतकम्मिगो बंधिऊण, उक्कोसगं मुहुत्तंतो / सम्मत्तमीसगाणं, आवलिया सुद्धदिट्ठी उ // 39 // સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની સત્તાવાળો જીવ મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પામી વિશુદ્ધ સમ્યગ્દષ્ટિવાળો તે આવલિકા ઓળંગીને ઉદયાવલિકા ઉપરની સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની સ્થિતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. (39) दसणचउक्कविग्घावरणं, समयाहिगालिगा छउमो / निद्दाणावलिगदुगे, आवलियअसंखतमसेसे // 40 // દર્શનાવરણ 4, અંતરાય 5, જ્ઞાનાવરણ પનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૨માં ગુણઠાણાવાળો જીવ ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે કરે છે. નિદ્રા રનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૨માં ગુણઠાણાવાળો જીવ ૧રમાં ગુણઠાણાની રે આવલિકા + આવલિકા/અસંખ્ય બાકી હોય ત્યારે કરે છે. (40) समयाहिगालिगाए, सेसाए वेअगस्स कयकरणे / सक्खवगचरमखंडग-संछुभणे दिट्ठिमोहाणं // 41 //