________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 21 जोगंतियाण अंतोमुहुत्तिओ, सेसियाण पल्लस्स / भागो असंखियतमो, जट्ठिइगो आलिगाइ सह // 35 // સયોગી કેવલી ગુણસ્થાનકે જેમના સંક્રમનો અંત થાય છે એવી પ્રકૃતિનો જઘન્ય સ્થિતિસંક્રમ આવલિકા ન્યૂન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ છે. આ બધી પ્રવૃતિઓની સ્થિતિ આવલિકાથી સહિત જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ છે. (35) मूलठिई अजहन्नो, सत्तण्ह तिहा चउव्विहो मोहे / सेस विगप्पा तेसिं, दुगविगप्पा संकमे होंति // 36 // મોહનીય સિવાયની સાત મૂળ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. મોહનીયનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે કર્મોના સંક્રમમાં શેષ વિકલ્પો (જઘન્ય સ્થિતિસંક્રમ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુષ્ટ સ્થિતિસંક્રમ) બે વિકલ્પવાળા (સાદિ, અધ્રુવ) છે. (36) धुवसंतकम्मिगाणं, तिहा चऊद्धा चरित्तमोहाणं / अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सव्वत्थ // 37 // ચારિત્ર મોહનીય સિવાયની ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ, ધ્રુવ, અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. ચારિત્ર મોહનીયનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ એમ ચાર પ્રકારે છે. આ પ્રવૃતિઓના શેષ વિકલ્પો (જઘન્ય સ્થિતિસંક્રમ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ, અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ)માં અને શેષ પ્રકૃતિઓના બધા વિકલ્પોમાં બે વિકલ્પ (સાદિ, અધ્રુવ) છે. (37)