________________ 2 24 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના ભેદો બંધશતકમાં કહ્યા પ્રમાણે જાણવા. આ પ્રકૃતિઓમાંની સર્વઘાતી, દેશઘાતી અને અઘાતી પ્રકૃતિઓના સ્પર્ધકોનો નિર્દેશ જેમ બન્ધશતકમાં કર્યો છે તેમ અહીં પણ કરવો. (44) सव्वेसु देसघाइसु, सम्मत्तं तदुवरिं तु वा मिस्सं / दारुसमाणस्साणंतमो त्ति, मिच्छत्तमुप्पिमओ // 45 // સર્વ દેશઘાતી રસસ્પર્ધકોમાં સમ્યક્વમોહનીય છે. તેની ઉપર કાઇ સમાન બે ઢાણિયા રસના અનંતમા ભાગના સર્વઘાતી રસસ્પર્ધકોમાં મિશ્રમોહનીય છે. એની ઉપરના સર્વઘાતી રસસ્પર્ધકોમાં મિથ્યાત્વમોહનીય છે. (45) तत्थट्ठपयं उव्वट्टिया व, ओवट्टिया व अविभागा / अणुभागसंकमो एस, अन्नपगई णिया वावि // 46 // રસસંક્રમના સ્વરૂપનો નિશ્ચય આ પ્રમાણે છે - ઉદ્વર્તના (વધુ) કરાયેલો, અપવર્તન (ઓછો) કરાયેલો કે અન્ય પ્રકૃતિમાં લઇ જવાયેલો રસ એ રસસંક્રમ છે. (46) दुविहपमाणे जेट्ठो, सम्मत्ते देसघाइ दुट्ठाणे / नरतिरियाऊआयव-मिस्से वि य सव्वघाइम्मि // 47 // બે પ્રકારના પ્રમાણ (સ્થાન પ્રમાણ અને ઘાતી પ્રમાણ)માં સમ્યક્વમોહનીયનો ઉત્કૃષ્ટ રસસંક્રમ દેશઘાતી અને બે ઠાણિયા રસનો છે. મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, આતપ અને મિશ્રમોહનીયમાં ઉત્કૃષ્ટ રસસંક્રમ સર્વઘાતી અને 2 ઠાણિયા રસનો છે. (47) सेसासु चउट्ठाणे मंदो, सम्मत्तपुरिससंजलणे / एगट्ठाणे सेसासु, सव्वघाइम्मि दुट्ठाणे // 48 //