________________ ઉત્તરપ્રકૃતિઓમાં સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા છે. આયુષ્ય 4 પણ અધુવસત્તાવાળી પ્રકૃતિઓ છે, પણ તેમાં સંક્રમ થતો નથી. ઉદ્વર્તના-અપવર્તનાની અપેક્ષાએ આયુષ્ય ૪નો સંક્રમ સાદિ અને અધ્રુવ છે. (2) સાતા, અસાતા = 2 :- સાતા અને અસાતા પરાવર્તમાન પ્રકૃતિઓ હોવાથી સાતા બંધાય ત્યારે અસાતાનો સંક્રમ થાય અને અસાતા બંધાય ત્યારે સાતાનો સંક્રમ થાય. માટે તે બન્નેનો સંક્રમ સાદિ અને અધ્રુવ છે. (3) નીચગોત્ર - નીચગોત્ર અને ઉચ્ચગોત્ર પરાવર્તમાન પ્રકૃતિઓ હોવાથી ઉચ્ચગોત્ર બંધાય ત્યારે નીચગોત્રનો સંક્રમ થાય અને નીચગોત્ર બંધાય ત્યારે ઉચ્ચગોટાનો સંક્રમ થાય. માટે નીચગોત્રનો સંક્રમ પણ સાદિ અને અધ્રુવ છે. (4) મિથ્યાત્વમોહનીય - મિથ્યાત્વમોહનીયનો સંક્રમ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને થાય છે. વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણે ક્યારેક હોય છે, હંમેશા હોતું નથી. તેથી મિથ્યાત્વમોહનીયનો સંક્રમ પણ સાદિ અને અધ્રુવ છે. (5) શેષ ધ્રુવસત્તાવાળી 126 પ્રકૃતિઓ - ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓ 130 છે. તેમાંથી સાતા, અસાતા, નીચગોટા અને મિથ્યાત્વમોહનીયનો સંક્રમ ઉપર કહ્યા મુજબ સાદિ અને અધ્રુવ છે. શેષ 126 પ્રકૃતિઓનો સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ છે. તે આ પ્રમાણે| (i) સાદિ - પતંગ્રહપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી બંધહેતુનો સંપર્ક થવાથી ફરી તેમનો બંધ શરૂ થાય ત્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ શરૂ થતો હોવાથી આ 126 પ્રકૃતિઓનો સંક્રમ સાદિ છે. (i) અનાદિ - પૂર્વે પતગ્રહપ્રકૃતિના બંધવિચ્છેદસ્થાનને નહીં પામેલા જીવોને આ 126 પ્રકૃતિઓનો સંક્રમ અનાદિ છે.