________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 19 સંક્રમસ્થાન રહિત તે જ સંક્રમસ્થાનો (૧૦રનું, ૯૫નું, ૯૩નું, ૮૪નું, ૮૨નું) શેષ પદ્મહસ્થાનોમાં સંક્રમે છે. (27) ठिइसंकमो त्ति वुच्चइ, मूलुत्तरपगइओ य जा हि ट्ठिई। उव्वट्टिया व ओवट्टिया व, पगई निया वऽण्णं // 28 // મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓની ઉદ્વર્તન (લાંબી) કરાયેલી, અપવર્તના (ટૂંકી) કરાયેલી કે અન્ય પ્રકૃતિમાં લઈ જવાયેલી જે સ્થિતિ તે સ્થિતિસંક્રમ કહેવાય છે. (28) तीसासत्तरिचत्तालीसा, वीसुदहिकोडिकोडीणं / जेट्ठो आलिगदुगहा, सेसाण वि आलिगतिगूणो // 29 // 30 કોડાકોડી સાગરોપમ, 70 કોડાકોડી સાગરોપમ, 40 કોડાકોડી સાગરોપમ અને 20 કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળી બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ 2 આવલિકા ન્યૂન સ્વોત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. શેષ પ્રકૃતિઓ (સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ)નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ 3 આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બંધાત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. (29) मिच्छत्तस्सुक्कोसो, भिन्नमुहुत्तूणगो उ सम्मत्ते / મિસેવંતીવોડાડી, સાહારતિસ્થય રૂપા મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત ન્યૂન સ્વોત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. સમ્યત્વમોહનીયનો અને મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ 2 આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ છે. આહારક 7 અને જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. (30)