________________ 2 18 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ तेवीसपंचवीसा, छव्वीसा अट्ठवीसगुणतीसा / तीसेक्कतीसएगं, पडिग्गहा अट्ठ नामस्स // 24 // ૨૩નું, ૨૫નું, ૨૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું અને ૧નું - નામકર્મના આ 8 પતગ્રહસ્થાનો છે. (24) एक्कगदुगसय पण-चउनउई ता तेरसूणिया वावि / परभवियबंधवोच्छेय, उपरि सेढीइ एक्किस्से // 25 // પરભવમાં વેદવા યોગ્ય પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી ઉપર બન્ને શ્રેણિઓમાં 1 પ્રકૃતિમાં 102 પ્રકૃતિઓ, 101 પ્રકૃતિઓ, 95 પ્રકૃતિઓ, 94 પ્રકૃતિઓ અને 13 પ્રકૃતિ ન્યૂન તે પ્રકૃતિઓ (89 પ્રકૃતિઓ, 88 પ્રકૃતિઓ, 82 પ્રકૃતિઓ અને 81 પ્રકૃતિઓ) સંક્રમે છે. (25) तिगदुगसयं छपंचग-नउड़ य जइस्स एक्कतीसाए / एगंतसेढिजोगे, वज्जिय तीसिगुणतीसासु // 26 // સંયતને 103 પ્રકૃતિઓ, 102 પ્રકૃતિઓ, 96 પ્રકૃતિઓ અને 95 પ્રકૃતિઓ 31 પ્રકૃતિઓમાં સંક્રમે છે. એકાંતે શ્રેણિયોગ્ય સંક્રમસ્થાનો (૧૦૧નું, ૯૪નું, ૮૯નું, ૮૮નું, ૮૧નું) સિવાયના સંક્રમસ્થાનો (૧૦૩નું, ૧૦૨નું, ૯૬નું, ૯૫નું, ૯૩નું, ૮૪નું, ૮૨નું) 3) પ્રકૃતિઓમાં અને 29 પ્રકૃતિઓમાં સંક્રમે છે. (26) अट्ठावीसाए वि ते, बासीइतिसयवज्जिया पंच / ते च्चिय बासीइजुया, सेसेसुं छन्नई य वज्जा // 27 // 28 પ્રકૃતિઓમાં તે સંક્રમસ્થાનો ૮રના અને ૧૦૩ના સંક્રમસ્થાનો સિવાયના પાંચ સંક્રમસ્થાનો (૧૦૦નું, ૯૬નું, ૯૫નું, ૯૩નું, ૮૪નું) સંક્રમે છે. ૮૨ના સંક્રમસ્થાન સહિત અને ૯૬ના