________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 217 8 પ્રકૃતિઓ રના, ૩ના અને ૪ના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. 7 પ્રકૃતિઓ ૪ના અને ૩ના પતગ્રહસ્થાનોમાં સંક્રમતી જાણવી. 6 પ્રકૃતિઓ રના પતધ્રહસ્થાનમાં જ સંક્રમે છે. 5 પ્રકૃતિઓ ૩ના, ૧ના અને રના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (20) चत्तारि-तिगचउक्के, तिन्नि तिगे एक्कगे य बोधव्वा / दो दुसु एक्काए विय, एक्का एक्काए बोधव्वा // 21 // 4 પ્રકૃતિઓ ૩ના અને ૪ના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. 3 પ્રકૃતિઓ ૩ના અને ૧ના પતગ્રહસ્થાનોમાં સંક્રમતી જાણવી. 2 પ્રકૃતિઓ 2 પ્રકૃતિઓમાં અને 1 પ્રકૃતિમાં સંક્રમે છે. 1 પ્રકૃતિ 1 પ્રકૃતિમાં સંક્રમતી જાણવી. (21) अणुपुब्विअणाणुपुव्वी, झीणमझीणे य दिट्ठिमोहम्मि / उवसामगे य खवगे य, संकमे मग्गणोवाया // 22 // આ સંક્રમસ્થાન આનુપૂર્વી સંક્રમમાં, અનાનુપૂર્વી સંક્રમમાં કે બન્નેમાં ઘટે છે ? આ સંક્રમસ્થાન દર્શનમોહનીયના ક્ષય પછી, ક્ષય પહેલા કે બન્નેમાં મળે છે ? આ સંક્રમસ્થાન ઉપશમકને, ક્ષપકને કે બન્નેને હોય છે ? - સંક્રમસ્થાનોની સંકલનામાં આ માર્ગણાના ઉપાયો છે. (22) तिदुगेगसयं छप्पण-चउतिगनई य इगुणनउईया / अट्ठचउदुगेक्कसीइ य, संकमा बारस य छठे // 23 // ૧૦૩નું, ૧૦૨નું, ૧૦૧નું, ૯દનું, ૯૫નું, ૯૪નું, ૯૩નું, ૮૯નું, ૮૮નું, ૮૪નું, ૮૨નું અને ૮૧નું - છઠા કર્મમાં (નામકર્મમાં) આ 12 સંક્રમસ્થાનો છે. (23)