________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 2 15 छव्वीससत्तवीसाण, संकमा होइ चउसु ठाणेसु / बावीसपन्नरसगे, एकारसइगुणवीसाए // 12 // ર૬ પ્રકૃતિઓ અને 27 પ્રકૃતિઓનો સંક્રમ ૨૨ના, ૧૫ના, ૧૧ના અને ૧૯ના આ ચાર પતધ્રહસ્થાનોમાં થાય છે. (12) सत्तरसएकवीसासु, संकमो होइ पन्नवीसाए / नियमा चउसु गइसु, नियमा दिट्ठि कए तिविहे // 13 // 17 પ્રકૃતિઓમાં અને 21 પ્રકૃતિઓમાં 25 પ્રકૃતિઓનો સંક્રમ નિયમથી ચારે ગતિમાં દર્શનમોહનીય ત્રણ પ્રકારે કર્યું છતે થાય છે. (13) बावीसपन्नरसगे, सत्तगएक्कारसिगुणवीसासु / तेवीसाए नियमा, पंच वि पंचिंदिएसु भवे // 14 // 22 પ્રકૃતિઓમાં, 15 પ્રકૃતિઓમાં, 7 પ્રકૃતિઓમાં, 11 પ્રકૃતિઓમાં અને 19 પ્રકૃતિઓમાં 23 પ્રકૃતિઓનો સંક્રમ નિયમથી થાય છે. આ પાંચે પતદ્મહસ્થાનો પંચેન્દ્રિયમાં જ હોય. (14) चोद्दसगदसगसत्तग-अट्ठारसगे य होइ बावीसा / नियमा मणुयगईए, नियमा दिट्ठी कए दुविहे // 15 // ૧૪ના, ૧૦ના, ના, ૧૮ના પતગ્રહસ્થાનોમાં 22 પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. આ ૨૨નું સંક્રમસ્થાન મનુષ્યગતિમાં જ હોય અને દર્શનમોહનીય બે પ્રકારનું કર્યું છતે જ હોય. (એટલે કે સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીયની સત્તાવાળાને જ હોય.) (15) तेरसगनवगसत्तग-सत्तरसगपणगएक्कवीसासु / एक्कावीसा संकमइ, सुद्धसासाणमीसेसु // 16 //