________________ 2 14 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ पगईठाणे वि तहा, पडिग्गहो संकमो य बोधव्वो / पढमंतिमपगईणं, पंचसु पंचण्ह दो वि भवे // 8 // જેમ 1-1 પ્રકૃતિમાં પતçગ્રહત્વ અને સંક્રમના સાઘાદિ ભાંગા કહ્યા તેમ પ્રકૃતિસ્થાનમાં પણ જાણવા. પહેલી પ્રકૃતિ (જ્ઞાનાવરણ) અને છેલ્લી પ્રકૃતિ (અંતરાય) ના પાંચ પ્રકૃતિમાં પાંચ પ્રકૃતિના પતટ્ઠહ અને સંક્રમ બન્ને છે. (8) नवगच्छक्कचउक्के, नवगं छक्कं च चउसु बिइयम्मि / अन्नयरस्सि अन्नयरा वि य, वेयणीयगोएसु // 9 // બીજી પ્રકૃતિ (દર્શનાવરણ)માં ૯ના, ૬ના અને ૪ના પતંગ્રહમાં ૯નો સંક્રમ થાય છે અને ૪ના પતગ્રહમાં ૬નો સંક્રમ થાય છે. વેદનીય અને ગોત્રમાં કોઈપણ એક પ્રકૃતિમાં કોઇપણ એક પ્રકૃતિનો સંક્રમ થાય છે. (9) अट्ठचउरहियवीसं, सत्तरसं सोलसं च पन्नरसं / वज्जिय संकमठाणाइं, होति तेवीसई मोहे // 10 // મોહનીયમાં ૨૮ના, ૨૪ના, ૧૭ના, ૧૬ના અને ૧૫ના સંક્રમસ્થાનો સિવાયના 23 સંક્રમસ્થાનો છે. (10) सोलस बारसगट्ठग, वीसग तेवीसगाइगे छच्च / वज्जिय मोहस्स, पडिग्गहा उ अट्ठारस हवंति // 11 // મોહનીયના ૧૬ના, ૧૨ના, ના, ૨૦ના, ર૩ના વગેરે 6 (૨૩ના, ૨૪ના, ૨પના, ર૬ના, 27, ૨૮ના) સિવાયના 18 પતગ્રહસ્થાનો છે. (11).