________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 213 अंतरकरणम्मि कए, चरित्तमोहे णुपुव्विसंकमणं / अन्नत्थ सेसिगाणं च, सव्वहिं सव्वहा बंधे // 4 // અંતરકરણ કરે છતે ચારિત્રમોહનીયમાં આનુપૂર્વી સંક્રમ થાય છે. અંતરકરણ સિવાય સર્વત્ર પુરુષવેદ વગેરે પાંચ પ્રકૃતિઓનો અને શેષ પ્રકૃતિઓનો બંધકાળે સર્વ પ્રકારે (ક્રમથી અને ઉત્ક્રમથી) સંક્રમ થાય છે. (4) तिसु आवलियासु, समऊणियासु अपडिग्गहा उ संजलणा। दुसु आवलियासु, पढमठिईसु सेसासु वि य वेदो // 5 // ચાર સંજવલન કષાયો પ્રથમસ્થિતિની સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ હોતે છતે પતંગ્રહરૂપ થતા નથી.પુરુષવેદ પ્રથમસ્થિતિની સમય ન્યૂન બે આવલિકા શેષ હોતે છતે પતદ્રગ્રહરૂપ થતું નથી. (5) साइअणाईधुवअधुवा य, सव्वधुवसंतकम्माणं / साइअधुवा य सेसा, मिच्छावेयणीयनीएहिं // 6 // (મિથ્યાત્વમોહનીય, સાતા, અસાતા, નીચગોત્ર સિવાયના) બધા ધ્રુવસત્તાક કર્મોનો સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીય, સાતા, અસાતા, નીચગોત્ર સહિત શેષ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ, અધ્રુવ છે. (6) मिच्छत्तजढा य, पडिग्गहम्मि सव्वधुवबंधपगईओ / नेया चउव्विगप्पा, साइ अधुवा य सेसाओ // 7 // મિથ્યાત્વમોહનીય સિવાયની બધી ધ્રુવબંધી પ્રવૃતિઓ પતગ્રહરૂપે ચાર વિકલ્પવાળી(સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. શેષ પ્રકૃતિઓ પતંગ્રહરૂપે સાદિ, અધ્રુવ છે. (7)