________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણ મૂળગાથા-શબ્દાર્થ सो संकमो त्ति वुच्चइ, जं बंधणपरिणओ पओगेणं / पगयंतरत्थदलियं, परिणमयइ तयणुभावे जं // 1 // જે પ્રકૃતિના બંધક તરીકે પરિણત થયેલો જીવ વીર્યવિશેષથી અન્યપ્રકૃતિમાં રહેલા દલિકને તે (બધ્યમાન પ્રકૃતિ)ના સ્વભાવરૂપે જે પરિણાવે છે તે સંક્રમ એમ કહેવાય છે. (1) दुसु वेगे दिट्ठिदुर्ग, बंधेण विणा वि सुद्धदिट्ठिस्स / परिणमयइ जीसे, तं पगईइ पडिग्गहो एसा // 2 // વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને બંધ વિના પણ સમ્યક્વમોહનીયમિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીય, અને મિશ્રમોહનીયમાં સમ્યક્વમોહનીય સંક્રમે છે. જે પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનું તે દલિક પરિણાવે છે તે પ્રકૃતિ સંક્રમતી પ્રકૃતિનું પતઘ્રહ છે. (2) मोहदुगाउगमूलपगडीण, न परोप्परंमि संकमणं / संकमबंधुदउव्वट्टणा-लिगाईणकरणाइं // 3 // દર્શનમોહનીય-ચારિત્રમોહનીયમાં, આયુષ્યમાં અને મૂળપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થાય. સંક્રમાવલિકામાં રહેલું, બંધાવલિકામાં રહેલું, ઉદયાવલિકામાં રહેલું, ઉદ્વર્તનાવલિકામાં રહેલું વગેરે(ઉપશાંત થયેલું દર્શનમોહનીય સિવાયનું મોહનીયનું) દલિક બધા કરણોને અયોગ્ય છે. (3)