________________ 204 વ્યાઘાત રસઅપવર્તના જે કંડકગત સ્થિતિના રસનો ઘાત કરવાનો હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોને તે કંડકના રસસ્પર્ધકો ઓળંગી નીચેની સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. ઘાયમાન સ્થિતિખંડની દ્વિચરમ સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોને તે કંડકના રસસ્પર્ધકો ઓળંગી નીચેની સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. એમ ઘાયમાન સ્થિતિખંડની પૂર્વ પૂર્વ સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો માટે અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો થાય ત્યાં સુધી અતીત્થાપના 1-1 સમય ની સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ ઘટાડવી. ઘાયમાન સ્થિતિખંડના આવલિકા પ્રમાણ સ્થિતિઓની ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો 1 આવલિકા પ્રમાણ સ્થિતિના રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી નીચેની સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. તેની નીચેની સ્થિતિઓના દલિકોના રસસ્પર્ધકો માટે અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ સ્થિતિના રસસ્પર્ધકો પ્રમાણ રાખવી અને નિક્ષેપમાં 1-1 સમયની સ્થિતિના રસસ્પર્ધકો ઘટાડવા. એમ ઘાયમાન સ્થિતિખંડની પ્રથમ સ્થિતિના રસસ્પર્ધકો સુધી જાણવું. જઘન્ય કંડક = પલ્યોપમ પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો ઉત્કૃષ્ટ કંડક = દેશોન ડાયસ્થિતિ પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પલ્યોપમ જઘન્ય અતીત્થાપના = કલામ - 1 સમય પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઉત્કૃષ્ટ અતીત્થાપના = દેશોન ડાયસ્થિતિ - 1 સમય પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો અસંખ્ય અસંખ્ય