________________ નિર્વાઘાત રસઅપવર્તના 203 ઉદયાવલિકામાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તના થતી નથી. ઉદયાવલિકાની ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી 3 આવલિકા - 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી કે આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકોમાં નાંખે છે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના છે. ઉદયાવલિકા ઉપરની બીજી સ્થિતિમાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી ? આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી 3 આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકોમાં નાંખે છે. એમ અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ થાય ત્યાં સુધી ઉદયાવલિકા ઉપરની ત્રીજી વગેરે સ્થિતિઓમાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તનામાં અતીત્થાપના 1-1 સમયની સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ વધે અને નિક્ષેપ 3 આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ રહે. ત્યાર પછી ઉત્કૃષ્ટ સ્થિતિના રસસ્પર્ધકો સુધી અતીત્થાપના 1 આવલિકામાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ રહે અને નિક્ષેપ 1-1 સમયની સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ વધે. ઉત્કૃષ્ટ અતીત્થાપના = 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો. ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી 1 આવલિકામાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી બંધાવલિકા ઉપરની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. આ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - (2 આવલિકા + 1 સમય) પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો. (ii) વ્યાઘાત રસઅપવર્તના - સ્થિતિઘાત દરમિયાન થતા રસધાત વખતે થનારી રસઅપવર્તના તે વ્યાઘાત રસઅપવર્તના છે.