________________ પ્રકૃતિસંક્રમના નિયમો નિયમ - (1) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી પુરુષવેદ અને સંજવલન 4 નો આનુપૂર્વી સંક્રમ થાય છે, એટલે કે પુરુષવેદનો સંક્રમ સંજવલન ક્રોધ વગેરેમાં જ થાય છે, અન્ય પ્રકૃતિઓમાં નહીં; સંજવલન ક્રોધનો સંક્રમ સંજવલન માન વગેરેમાં જ થાય છે, પુરુષવેદ વગેરેમાં નહીં; સંજવલન માનનો સંક્રમ સંજવલન માયા વગેરેમાં જ થાય છે, સંજવલન ક્રોધ વગેરેમાં નહીં; સંજવલન માયાનો સંક્રમ સંજવલન લોભમાં જ થાય છે, સંજવલન માન વગેરેમાં નહીં; સંજવલન લોભનો સંક્રમ થતો નથી. પુરુષવેદ અને સંજવલન 4 નો અંતરકરણ કર્યા પૂર્વે અને શેષ પ્રકૃતિઓનો સર્વ અવસ્થામાં પતંગ્રહપ્રકૃતિના બંધકાળે ક્રમથી કે ઉત્ક્રમથી સંક્રમ થાય છે. (2) મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી મિશ્રમોહનીયમાં અન્ય પ્રકૃતઓનો સંક્રમ ન થાય. મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી સમ્યત્વમોહનીયમાં અન્ય પ્રકૃતિઓનો સંક્રમ ન થાય. સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉલના થયા પછી મિથ્યાત્વમોહનીયમાં અન્ય પ્રકૃતિઓનો સંક્રમ ન થાય. - સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થતો હોવાથી તેમાં સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા સંભવતી નથી. ઉત્તરપ્રવૃતિઓમાં સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા (1) સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, નરક 2, મનુષ્ય 2, દેવ 2, વૈક્રિય 7, આહારક 7, જિન, ઉચ્ચગોત્ર = 24 :- આ 24 પ્રકૃતિઓ અધુવસત્તાવાળી છે. તેથી તેમનો સંક્રમ સાદિ અને અધ્રુવ