________________ પ્રકૃતિસંક્રમના અપવાદો અને મિશ્રમોહનીયનો સંક્રમ કરે છે અને મિશ્રમોનીયમાં મિથ્યાત્વમોહનીયનો સંક્રમ કરે છે. (2) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ ન થાય. (3) ચારે આયુષ્યનો પરસ્પર સંક્રમ ન થાય. (4) મૂળપ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન થાય. (પ) પહેલા ગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો સંક્રમ ન થાય, ત્રીજા ગુણઠાણે મિશ્રમોહનીયનો સંક્રમ ન થાય, સમ્યગ્દષ્ટિ (ચોથા વગેરે ગુણઠાણાવાળા) ને સમ્યક્વમોહનીયનો સંક્રમ ન થાય. (6) બીજા-ત્રીજા ગુણઠાણે દર્શનમોહનીયનો સંક્રમ થતો નથી, કેમકે બંધના અભાવમાં દર્શનમોહનીયનો સંક્રમ વિશુદ્ધદષ્ટિને જ થાય, અવિશુદ્ધદષ્ટિને ન થાય. બીજા-ત્રીજા ગુણઠાણે અવિશુદ્ધદષ્ટિ હોય છે. (7) બંધાવલિકામાં રહેલા દલિકો, સંક્રમાવલિકામાં રહેલા દલિકો, ઉદયાવલિકામાં રહેલા દલિકો, ઉદ્વર્તનાવલિકામાં રહેલા દલિકો અને દર્શનમોહનીય સિવાયના મોહનીયના ઉપશાંત દલિકો સકલ કરણોને અયોગ્ય હોવાથી તેમનો સંક્રમ થતો નથી. (8) અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની સમય ન્યૂન 2 આવલિકા બાકી હોય ત્યારથી પુરુષવેદમાં અન્ય પ્રવૃતિઓનું દલિક સંક્રમનું નથી. અંતરકરણ કર્યા પછી પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા બાકી હોય ત્યારથી સંજવલન ૪માં અન્ય પ્રવૃતિઓનું દલિક સંક્રમતું નથી. (9) મિશ્રમોહનીયમાં સમ્યક્વમોહનીયનો સંક્રમ થતો નથી.