________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણ પદાર્થસંગ્રહ સંક્રમ - બધ્યમાન પ્રકૃતિમાં અબધ્યમાન પ્રકૃતિનું દલિક નાખીને તેને બધ્યમાન પ્રકૃતિરૂપે પરિણમાવવું તે સંક્રમ છે. જેમકે બંધાતા ઉચ્ચગોત્રમાં નીચગોત્રનો સંક્રમ થાય છે. અથવા, બધ્યમાન પ્રકૃતિઓના દલિકોને પરસ્પર એક-બીજારૂપે પરિણમાવવા તે સંક્રમ છે. જેમકે બંધાતા મતિજ્ઞાનાવરણમાં બંધાતું શ્રુતજ્ઞાનાવરણ સંક્રમે છે અને બંધાતા શ્રુતજ્ઞાનાવરણમાં બંધાતું મતિજ્ઞાનાવરણ સંક્રમે છે. જે પ્રકૃતિનો સંક્રમ થાય તે સંક્રમ્સમાણ પ્રકૃતિ કહેવાય છે. જે પ્રકૃતિમાં સંક્રમ થાય તે પતઘ્રહ પ્રકૃતિ કહેવાય છે. સંક્રમના ચાર પ્રકાર છે - (1) પ્રકૃતિસંક્રમ, (2) સ્થિતિસંક્રમ, (3) રસસંક્રમ, (4) પ્રદેશસંક્રમ. પ્રકૃતિસંક્રમ બધ્યમાન પ્રકૃતિમાં બધ્યમાન કે અબધ્યમાન પ્રકૃતિને સંક્રમાવવી તે પ્રકૃતિસંક્રમ. અપવાદ (1) સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય બંધાતા નથી, છતાં - વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્વમોહનીયમાં મિથ્યાત્વમોહનીય