________________ 200 વ્યાઘાત રસઉદ્વર્તના આવલિકા અસંખ્ય દલિતોની રસઉદ્વર્તના આ પ્રમાણે થાય - બંધાવલિકા ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (2 આવલિકા +1 સમય) પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો. બંધાવલિકા ઉપરની બીજી સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી ઉત્કૃષ્ટ અબાધા સુધીની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. તેનો નિક્ષેપ = ઉત્કૃષ્ટ અબાધા - (2 આવલિકા + ર સમય) પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો. એમ ઉપર ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોનો નિક્ષેપ 1-1 સમયની સ્થિતિના રસસ્પર્ધકો જેટલો ન્યૂન થાય. ઉત્કૃષ્ટ અબાધાથી નીચે 1 આવલિકા + આ પ્રમાણ સ્થિતિઓ ઊતરીને નીચેની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકો અતીત્થાપનાવલિકા પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકો ઓળંગી માલ પ્રમાણ સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. આ જઘન્ય નિક્ષેપ છે. (i) વ્યાઘાત રસઉદ્વર્તના - નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા વધુ હોય તો ત્યારે થનારી રસઉદ્વર્તન એ વ્યાઘાત રસઉદ્વર્તના છે. તે વ્યાઘાત સ્થિતિઉદ્વર્તનની જેમ જાણવી, માત્ર સ્થિતિની બદલે તેમાં રહેલ રસસ્પર્ધકો જાણવા. રસઉદ્વર્તનાનું આ વિવરણ કર્મપ્રકૃતિની બન્ને ટીકાઓ અને પંચસંગ્રહની બન્ને ટીકાઓના આધારે કર્યું છે. કષાયમામૃતાચૂર્ણિ અને તેની જયધવલાટીકામાં રસઉદ્વર્તનાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે - a 2 આવલિકા = બંધાવલિકા + અતીત્થાપનાવલિકા. નાવલિકા અસંખ્ય