________________ વ્યાઘાત સ્થિતિઉદ્વર્તના 189 અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય સત્તાગત સ્થિતિ કરતા વધુ હોય તો ત્યારે થનારી સ્થિતિઉદ્વર્તના એ વ્યાઘાત સ્થિતિઉદ્વર્તના છે. નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા 1 સમય અધિક હોય તો સત્તાગત સ્થિતિની ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને નીચે 1 આવલિકા + આવલિકા જેટલી સ્થિતિના દલિકોની સ્થિતિઓની ઉદ્વર્તન ન થાય. તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. આમ નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગતસ્થિતિ કરતા 2 x આવલિકા - 1 સમય જેટલી અધિક હોય ત્યાં સુધી જાણવું. નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગતસ્થિતિ કરતા 2 x આવલિકા જેટલી અધિક હોય ત્યારે સત્તાગત સ્થિતિની ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓ આવલિકા ઓળંગી બીજા આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. ઉત્કૃષ્ટ સ્થિતિની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ આવલિકા + 1 સમય ઓળંગી આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ આવલિકા + 2 સમય ઓળંગી આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. એમ અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ થાય ત્યાં સુધી તેમાં 1-1 સમય વધારતા જવા. ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને નીચે આવલિકાના અસંખ્ય બહુભાગ જેટલી સ્થિતિ ઓળંગી તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગી આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં નાંખે. એમ નીચે નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા છોડી નવી બંધાતી સ્થિતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની બધી સ્થિતિમાં અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ