________________ 188 નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તના - કર્મની (મિથ્યાત્વમોહનીયની) ઉત્કૃષ્ટ સ્થિતિ (70 કોડાકોડી સાગરોપમ) બાંધીને બંધાવલિકા પસાર કરીને અબાધાની ઉપર રહેલ સ્થિતિના દલિકોની સ્થિતિની અપવર્તન કરી ઉદયાવલિકા ઉપરની બીજી સ્થિતિમાં નાંખે. (અબાધામાં પૂર્વની સત્તાગત સ્થિતિઓ છે. તેની પણ ઉદ્વર્તન થઇ શકે. પણ તેનો ઉત્કૃષ્ટ નિક્ષેપ ન મળે, કેમકે તે પૂર્વે બંધાઈ હોવાથી તેનો ઘણો કાળ પસાર થઇ ગયો છે. માટે ઉત્કૃષ્ટ નિક્ષેપને લાવવા અહીં સ્થિતિની અપવર્તન કરી.) (અહીં અપવર્તના કરાયેલી સ્થિતિઓને ઉદયાવલિકા ઉપરની બીજી સ્થિતિમાં નાંખવાનું કારણ એ છે કે જો અપવર્તના કરાયેલી સ્થિતિઓને ઉદયાવલિકા ઉપરની પહેલી સ્થિતિમાં નાંખે તો બીજા સમયે તે સ્થિતિઓ ઉદયાવલિકાની અંદર આવી જવાથી તેમની ઉદ્વર્તન ન થઇ શકે.) ત્યાર પછીના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદ્વર્તન કરીને અબાધાની ઉપરની અને ઉત્કૃષ્ટ સ્થિતિની નીચે સમયાધિક આવલિકા ઓળંગીને તેની નીચેની બધી સ્થિતિઓમાં નાંખે છે. (ઉપરની સમયાધિક આવલિકા છોડવાનું કારણ એ છે કે જે સ્થિતિની ઉદ્વર્તન થાય છે તેની સમયાધિક આવલિકા પસાર થઈ ગઈ છે અને કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટથી 70 કોડાકોડી સાગરોપમ સુધી જ વધારી શકાય છે.) (અહીં 70 કોડાકોડી સાગરોપમ - સમયાધિક આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ સમજવો, જેથી તે સત્તાગત સ્થિતિ કરતા વધુ ન થવાથી નિર્વાઘાત સ્થિતિઉદ્વર્તન થાય) આમ બંધાવલિકા ઉપરના બીજા સમયે ઉદ્વર્તન કરાયેલ ઉદયાવલિકાની ઉપરની સ્થિતિનો ઉત્કૃષ્ટ નિક્ષેપ ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + આવલિકા + 1 સમય) પ્રમાણ છે. (i) વ્યાઘાત સ્થિતિઉદ્વર્તના - નવા બંધાતા કર્મોની સ્થિતિ