________________ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી 175 અનુભવે. પછી તેઉકાય-વાયુકામાં આવી લાંબો કાળ ઉદ્વલના કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં આ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (15) આહારક 7 :- ૭મા ગુણઠાણે અલ્પકાળ માટે આહારક 7 બાંધીને અવિરતિમાં આવે. ત્યાં અંતર્મુહૂર્ત પછી લાંબો કાળ ઉઠ્ઠલના કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં આહારક ૭નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (16) તિર્યંચ ર, ઉદ્યોત = 3:- ક્ષપિતકર્માશ જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળો મનુષ્ય થાય. ત્યાં આ પ્રકૃતિઓ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી તેની સાથે જ 1 પલ્યોપમ આયુષ્યવાળો દેવ થાય. ત્યાંથી સમ્યક્ત સાથે મનુષ્યમાં આવી રૈવેયકમાં 31 સાગરોપમ આયુષ્યવાળો દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. સમ્યક્તના કાળમાં સમ્યક્તના કારણે આ પ્રકૃતિઓ બંધાતી નથી. રૈવેયકમાં ભવના કારણે આ પ્રવૃતિઓ બંધાતી નથી. રૈવેયકમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી મનુષ્ય-દેવમાં સમ્યક્ત પાળે. પછી અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (17) જાતિ 4, સ્થાવર 4, આતપ = 9 :- ક્ષપિતકર્માશ જીવ ૬ઠી નરકમાં 22 સાગરોપમ આયુષ્યવાળો નારક થાય. ત્યાં ભવના કારણે આ પ્રકૃતિઓ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી તેની સાથે મનુષ્યમાં આવી દેશવિરતિ પાળી 4 પલ્યોપમ આયુષ્યવાળો ૧લા દેવલોકમાં દેવ થાય. ત્યાંથી સમ્યક્ત સાથે મનુષ્યમાં આવી સંયમ પાળી 31 સાગરોપમ આયુષ્યવાળો રૈવેયકમાં દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વ પામે. સમ્યત્ત્વના કાળમાં 13