________________ 176 જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી સમ્યક્તના કારણે આ પ્રકૃતિઓ ન બંધાય. રૈવેયકમાં ભવના કારણે આ પ્રકૃતિઓ ન બંધાય. છેલ્લા અંતર્મુહૂર્તમાં ફરી સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી સમ્યક્ત પાળી અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (18) પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, તેજસ 7, સુખગતિ, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ 10 = 36 :- ઉપશમશ્રેણિ માંડ્યા વિનાની પ્રક્રિયાથી પિતકર્માશ થયેલ જીવને ૮મા ગુણઠાણાની પ્રથમ આવલિકાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય. ત્યાર પછી ગુણસંક્રમથી આવેલા દલિકોની સંક્રમાવલિકા પૂર્ણ થઇ જવાથી તે દલિકોનો સંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય. ' (19) પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, કુખગતિ, દુર્ભગ 3, નપુંસકવેદ, નીચગોત્ર = 16 :- ક્ષપિતકર્માશ જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળો મનુષ્ય થાય. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી સમ્યક્ત પાળી આ પ્રવૃતિઓના ઘણા દલિકોને ખાલી કરે. પછી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭મા ગુણઠાણાના ચરમ સમયે વિધ્યાતસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (20) ઔદારિક 7 :- અન્ય જીવો કરતા ઔદારિક ૭ની અલ્પ સત્તાવાળો જીવ 3 પલ્યોપમ આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ a પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૧૧૪ની બન્ને ટીકાઓમાં પાના નં. 92 ઉપર પહેલા સંઘયણનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષપિતકર્માશ જીવને પોતાના બંધવિચ્છેદસમયે કહ્યો છે.