________________ 174 જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી માસપૃથક્ત પછી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે ૭મા ગુણઠાણાના ચરમ સમયે વ્યથાપ્રવૃત્તસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (11) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4 = ૮:ક્ષપિતકમશ જીવ મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭માં ગુણઠાણાના ચરમ સમયે વિધ્યાસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (12) પુરુષવેદ, સંજ્વલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા = 4 :- પિતકર્માશ જીવ ક્ષપકશ્રેણિમાં આ પ્રવૃતિઓના બંધવિચ્છેદસમયે જઘન્ય યોગથી બાંધેલ દલિકોને પ્રતિસમય સંક્રમાવે. સમય ન્યૂન ર આવલિકાના ચરમ સમયે ચરમસમયબદ્ધ દલિકોનો અસંખ્યાતમો ભાગ જે શેષ છે તેને સર્વસંક્રમથી સંક્રમાવે. તે આ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ છે. (13) દેવ રે, નરક 2, વૈક્રિય 7 = 11 :- એકેન્દ્રિયમાં આ પ્રકૃતિઓની ઉત્કલના કરી પંચેન્દ્રિયમાં આવી અલ્પ કાળ બાંધી ૭મી નારકીમાં 33 સાગરોપમ સુધી તેમને અનુભવે. પછી પંચેન્દ્રિય તિર્યંચમાં આવી આ પ્રવૃતિઓ બાંધ્યા વિના એકેન્દ્રિયમાં આવી લાંબો કાળ તેમની ઉઠ્ઠલન કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરસ્થાનમાં આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (14) મનુષ્ય 2, ઉચ્ચગોત્ર = 3 :- તેઉકાય-વાયુકાયમાં આ પ્રકૃતિઓની ઉદ્ધલના કરી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં અંતર્મુહૂર્ત સુધી આ પ્રકૃતિઓ બાંધીને પંચેન્દ્રિયમાં જઈ ૭મી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થાય. ત્યાંથી પંચેન્દ્રિય તિર્યંચમાં આવે. આટલો કાળ આ પ્રકૃતિઓના નવા દલિકો ન બાંધે અને જુના બાંધેલા દલિકોને A કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૧૦૨ની ચૂર્ણિમાં પાના નં. 132 ઉપર અહીં ‘વિધ્યાતસંક્રમથી આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે એમ કહ્યું છે.