________________ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી 1 73 ખાલી કરે. પછી દર્શન ૩નો ક્ષય કરે. તેમાં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે વિધ્યાતસંક્રમથી મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. પછી ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય. (8) સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય = 2 :- સમ્યક્ત પામી અલ્પ કાળ માટે ગુણસંક્રમથી મિથ્યાત્વમોહનીયના દલિકોથી સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયને પુષ્ટ કરે. પછી બે વાર 66 સાગરોપમ સુધી સમ્યક્ત પાળી મિથ્યાત્વે જઈ સમ્યક્વમોહનીયમિશ્રમોહનીયની ઉદ્વલના કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરસ્થાનમાં સભ્યત્વમોહનીય-મિશ્રમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. | (9) અનંતાનુબંધી 4 :- 4 વાર ઉપશમશ્રેણિ માંડી આ પ્રકૃતિઓના ઘણા દલિકો ખાલી કરે. પછી મિથ્યાત્વે જઈ અલ્પ કાળ અનંતાનુબંધી 4 બાંધે. ત્યારે અન્ય પ્રકૃતિઓનું થોડું જ દલિક તેમાં સંક્રમાવે. અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પામી બે વાર 66 સાગરોપમ સુધી તેને પાળે. પછી અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. તેમાં યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી અનંતાનુબંધી ૪નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. પછી ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય. (10) અસાતા, અરતિ, શોક, અશુભ વર્ણાદિ 9, ઉપઘાત, અસ્થિર 3 = 16 :- ક્ષપિતકર્માશ જીવ મનુષ્યમાં 18 વર્ષ + કર્મપ્રકૃતિ સંક્રમકરણ મૂળ અને ચૂર્ણિની અનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટિપ્પણ ૭પમાં પાના નં. ર૭૩ ઉપર અહીં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયનો અર્થ અપ્રમત્તાવસ્થાનો ચરમ સમય એવો કર્યો છે. પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા 108 ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 90 ઉપર અહીં દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળીને પછી ક્ષપકશ્રેણિ માંડે એમ કહ્યું છે.