________________ 170 ક્ષપિકકર્માશ જીવનું સ્વરૂપ (25) ઉચ્ચગોત્ર :- 4 વાર ઉપશમશ્રેણિ માંડે. તેમાં ઉચ્ચ ગોત્ર બાંધે અને નીચગોત્રનો તેમાં ગુણસંક્રમથી સંક્રમ કરે. પછી મિથ્યાત્વે જઈ નીચગોત્ર બાંધે અને તેમાં ઉચ્ચગોત્ર સંક્રમાવે. પછી સમ્યક્ત પામી ઉચ્ચગોત્ર બાંધે અને તેમાં નીચગોત્ર સંક્રમાવે. આમ વારંવાર ઉચ્ચગોત્ર અને નીચગોત્ર બાંધે. પછી નીચગોત્રના બંધવિચ્છેદ પછી “શીઘ મોક્ષમાં જનાર નીચગોત્રના બંધના ચરમ સમયે ઉચ્ચગોત્રનો ગુણસંક્રમથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (5) જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી - જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ઘણુ કરીને ક્ષપિતકર્માશ જીવો બને છે. તેથી પહેલા તેનું સ્વરૂપ બતાવાય છે - (1) 70 કોડાકોડી સાગરોપમ - પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળ સુધી સૂક્ષ્મ નિગોદમાં રહે. ત્યાં ઘણા જન્મ-મરણ થવાથી ઘણા દલિકોની નિર્જરા થાય. તેમનો યોગ મંદ હોય છે. તેથી નવા દલિકો પણ ઓછા પ્રમાણમાં ગ્રહણ કરે. તેમનો કષાય મંદ હોય છે. તેથી તેઓ અલ્પ સ્થિતિ બાંધે અને અલ્પ સ્થિતિની ઉદ્વર્તન કરે. (2) પછી અભવ્ય યોગ્ય જઘન્ય પ્રદેશસંચય કરી સૂક્ષ્મનિગોદમાંથી નીકળી બાદર પૃથ્વીકાયમાં અંતર્મુહૂર્ત રહી પૂર્વક્રીડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય થાય. ત્યાં 7 માસ બાદ જન્મ થાય. તે 8 વર્ષે સંયમ લે. તે દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળી અંતે મિથ્યાત્વ પામે. (3) પછી મરીને 10,000 વર્ષના આયુષ્યવાળો દેવ થાય. 1 શીઘ મોક્ષમાં જનારાના કર્મપુગલો અત્યંત શિથિલ સ્વભાવવાળા થવાથી ઘણા સંક્રમે છે.