________________ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી 171 ત્યાં અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પામે. અંતે મિથ્યાત્વ પામી કાળ કરી બાદર પૃથ્વીકાયમાં અંતર્મુહૂર્ત રહી મનુષ્યમાં આવે. (4) પછી ફરી સમ્યક્ત કે દેશવિરતિ કે સર્વવિરતિ પામે. (5) આમ દેવ અને મનુષ્યના ભવોમાં સમ્યક્ત લેતો અને મૂકતો પલ્યોપમ અસંખ્ય કાળમાં અસંખ્યવાર સમ્યક્ત પામે અને અસંખ્યવાર અલ્પ કાળની દેશવિરતિ પામે. જ્યારે જયારે સમ્યક્ત પામે ત્યારે ત્યારે ઘણા પ્રદેશોવાળી પ્રકૃતિઓ અલ્પ પ્રદેશોવાળી કરે. (6) આ સમ્યક્ત યોગ્ય ભાવોમાં 8 વાર સર્વવિરતિ પામે, 8 વાર અનંતાનુબંધીની વિસંયોજના કરે, 4 વાર ઉપશમશ્રેણિ માંડે. (7) પછીના ભાવમાં શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તે જીવ ક્ષપિતકર્માશ કહેવાય. જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામિત્વમાં આ ક્ષપિતકર્માશ જીવનો અધિકાર છે. જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી - (1) મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, કેવળદર્શનાવરણ = 7 :- અવધિજ્ઞાની ક્ષપિતકર્માશ જીવ બંધવિચ્છેદસમયે યથાપ્રવૃત્તસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ કરે. અવધિજ્ઞાનીને આ પ્રકૃતિઓના દલિકોની ઘણી નિર્જરા થાય છે. | (2) અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = 2 - અવધિજ્ઞાન વિનાનો ક્ષપિતકર્માશ જીવ આ પ્રકૃતિઓના બંધવિચ્છેદસમયે એમનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. અવધિજ્ઞાનીને પ્રબળ ક્ષયોપશમભાવના કારણે અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના ઘણા દલિકો