________________ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી 1 69 (20) દેવ 2, વૈક્રિય 7 = 9 :- પૂર્વક્રોડવર્ષના તિર્યંચના 7 ભવમાં આ પ્રકૃતિઓને બાંધે અને પુષ્ટ કરે. પછી ૮મા ભવે ક્ષપકશ્રેણિ માંડે ત્યારે બંધવિચ્છેદની આવલિકા પછી આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (21) મનુષ્ય ર :- ગુણિતકર્માશ સાતમી નરકનો જીવ અંતર્મુહૂર્ત ન્યૂન 33 સાગરોપમ સુધી સમ્યક્તના કાળમાં મનુષ્ય ર ને બાંધે અને પુષ્ટ કરે. પછી છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જઇ તિર્યંચ 2 બાંધે. ત્યાંથી નીકળી પ્રથમ સમયે જ બધ્યમાન તિર્યંચ રમાં યથાપ્રવૃત્તસંક્રમ વડે મનુષ્ય ૨નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. નરકમાં જ ૧લા ગુણઠાણે મનુષ્ય નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ન થાય, કેમકે ત્યાં તેનો વિધ્યાતસંક્રમ હોય. (22) સ્થાવર, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિય = 4 :- નપુંસકવેદની જેમ. (23) આહારક 7 :- દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળતો વધુમાં વધુ કાળ ૭મા ગુણઠાણે રહી આહારક 7 બાંધે અને પુષ્ટ કરે. પછી ક્ષપકશ્રેણિ માંડે. તે બંધવિચ્છેદની આવલિકા પછી આહારક ૭નો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (24) જિન :- 33 સાગરોપમ+૨ વાર દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી જિનનામકર્મ બાંધે અને પુષ્ટ કરે. પછી ક્ષપકશ્રેણિ માંડે. તે બંધવિચ્છેદની આવલિકા પછી જિનનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. A પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૧૦૨ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 86 ઉપર કહ્યું છે કે, ‘જિન, આહારક 7, દેવ રે, વૈક્રિય 7, સ્થિર, શુભ, તૈજસ 7, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ - આ 39 પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ 4 વાર ઉપશમશ્રેણિ માંડી પોતપોતાના બંધવિચ્છેદની આવલિકા પછી કરે.” 0 દિગંબર સંપ્રદાયના તિલોયપણત્તિ (ત્રિલોકપ્રજ્ઞપ્તિ) ગ્રંથમાં ઉત્સર્પિણીના છેલ્લા ભગવાનનું આયુષ્ય 1 પૂર્વક્રોડ વર્ષનું કહ્યું છે.