________________ 168 ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી (15) યશ :- ગુણિતકર્માશ જીવ 4 વાર ઉપશમશ્રેણિ માંડી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં 8/6 ગુણઠાણે યશના ચરમ સંક્રમ વખતે યશનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (16) તૈજસ 7, શુભ વર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ = 22 :- 4 વાર ઉપશમશ્રેણિ માંડીને બંધવિચ્છેદની આવલિકા પછી આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (13) ત્રસ 4, સુભગ 3, પંચેન્દ્રિયજાતિ, 17 સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, સુખગતિ = 12 :- 66 સાગરોપમ સુધી સમ્યક્તના કાળમાં આ પ્રકૃતિઓ બાંધે. પછી અંતર્મુહૂર્ત માટે ૩જા ગુણઠાણે જઈ ફરી સમ્યક્ત પામી 66 સાગરોપમ સુધી આ પ્રવૃતિઓ બાંધે. પછી મનુષ્યમાં આવી ૮માં ગુણઠાણે બંધવિચ્છેદની આવલિકા પછી આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (18) વજઋષભનારાચ સંઘયણ :- 66 સાગરોપમ સુધી સમ્યક્તના કાળમાં આ પ્રકૃતિ બાંધી અંતર્મુહૂર્ત માટે ૩જા ગુણઠાણે જઈ ફરી સમ્યક્ત પામી 66 સાગરોપમ સુધી આ પ્રકૃતિ બાંધે. પછી સમ્યક્ત સહિત મનુષ્યમાં આવી આવલિકા પછી આ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (19) નરક ર :- પૂર્વક્રોડવર્ષના તિર્યંચના 7 ભવમાં નરક 2 બાંધે અને પુષ્ટ કરે. પછી ૮મા ભવમાં મનુષ્ય થઈ ક્ષપકશ્રેણિ માંડે. તેમાં નરક ર નો ક્ષય કરતા ૯માં ગુણઠાણે ચરમ સંક્રમ વખતે સર્વસંક્રમ વડે નરક રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. કર્મપ્રકૃતિ સંક્રમકરણ મૂળ અને ચૂર્ણિની મુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટિપ્પણ ૬૫માં પાના નં. 262 ઉપર કહ્યું છે કે, “તે દેવલોકમાંથી ઍવી મિથ્યાત્વ પામે. ત્યાં યથાપ્રવૃત્તસંક્રમથી આ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે.”