________________ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી 16 7 તે સિવાયના દલિતોના ચરમ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. (11) સંજ્વલન ક્રોધ :- પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી અન્યપ્રકૃતિના દલિકોથી ગુણસંક્રમ વડે સંજવલન ક્રોધને પુષ્ટ કરી સંજવલન ક્રોધના ચરમ સંક્રમ વખતે સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં બંધવિચ્છેદની પહેલા બે આવલિકામાં બંધાયેલ દલિકો થોડા હોવાથી તે સિવાયના દલિતોના ચરમ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. (12) સંજ્વલન માન :- સંજવલન ક્રોધના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી અન્યપ્રકૃતિના દલિકોથી ગુણસંક્રમ વડે સંજવલન માનને પુષ્ટ કરી સંજવલન માનના ચરમ સંક્રમ વખતે સંજવલન માનનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં બંધવિચ્છેદની પહેલા બે આવલિકામાં બંધાયેલ દલિકો થોડા હોવાથી તે સિવાયના દલિકોના ચરમ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. (13) સંજ્વલન માયા :- સંજવલન માનના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી અન્યપ્રકૃતિના દલિકોથી ગુણસંક્રમ વડે સંજવલન માયાને પુષ્ટ કરી સંજવલન માયાના ચરમ સંક્રમ વખતે સંજવલન માયાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં બંધવિચ્છેદની પહેલા બે આવલિકામાં બંધાયેલ દલિકો થોડા હોવાથી તે સિવાયના દલિકોના ચરમ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જાણવો. (14) સંજ્વલન લોભ :- ગુણિતકર્માશ જીવ ચાર વાર ઉપશમશ્રેણિ માંડે. તેમાં અન્ય પ્રકૃતિઓના ગુણસંક્રમથી સંજવલન લોભને પુષ્ટ કરે. પછી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં અંતરકરણ કરવાના ચરમ સમયે સંજવલન લોભના ચરમ સંક્રમ વખતે સંજવલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે.