________________ 166 ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી (9) સ્ત્રીવેદ :- ગુણિતકર્માશ જીવ યુગલિકમાં અસંખ્ય વર્ષ સુધી સ્ત્રીવેદ બાંધે અને અન્ય પ્રકૃતિના સંક્રમ વડે તેને પુષ્ટ કરે. પલ્યોપમ અસંખ્ય પ્રમાણ કાળ પછી તે અકાળમૃત્યુથી મરીને 10,000 વર્ષના આયુષ્યવાળો દેવ થાય. ત્યાં પણ તે સ્ત્રીવેદ બાંધે અને પુષ્ટ કરે. પછી તે મનુષ્યમાં કોઈ પણ વેદવાળો થાય. ત્યાં તે શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તે સ્ત્રીવેદનો ક્ષય કરતા ચરમ સંક્રમ વખતે સર્વસંક્રમ વડે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (10) પુરુષવેદ :- ઇશાન દેવલોકમાં નપુંસકવેદને વારંવાર બાંધે અને પુષ્ટ કરે. ત્યાંથી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળો ભવ કરી યુગલિક થાય. ત્યાં અસંખ્ય વર્ષ સુધી સ્ત્રીવેદને પુષ્ટ કરે. પછી સમ્યક્ત પામી અસંખ્ય વર્ષો સુધી પુરુષવેદને બાંધે અને તેમાં નપુંસકવેદ-સ્ત્રીવેદના દલિકો સંક્રમાવે. પલ્યોપમ અસંખ્ય પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી અંતે મિથ્યાત્વ પામી 10,000 વર્ષના આયુષ્યવાળો દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ સમ્યક્ત પામે. ત્યાં પુરુષવેદ બાંધે અને પુષ્ટ કરે. ત્યાંથી ચ્યવી મનુષ્યમાં આવી 8 વર્ષ + 7 માસ વીત્યા બાદ શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તે પુરુષવેદનો ક્ષય કરતા ચરમ સંક્રમ વખતે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. અહીં બંધવિચ્છેદની પહેલા બે આવલિકામાં બંધાયેલ દલિકો થોડા હોવાથી 8i) યુગલિકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ બંધાય છે. તેથી સ્ત્રીવેદમાં ઘણા દલિકો મળે. માટે યુગલિક કહ્યા. જો સીધો દેવભવ લઈએ તો ત્યાં ત્રણે વેદ બંધાવાથી સ્ત્રીવેદમાં દલિકો ઓછા મળે. 0 કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૮૫ની ચૂર્ણિમાં પાના નં. 118 ઉપર “શીઘ્ર ક્ષપકશ્રેણિ માંડે’નો અર્થ '8 વર્ષ + 7 માસે ક્ષપકશ્રેણિ માંડે', એવો કર્યો છે. 2 જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થવા માટે મિથ્યાત્વ પામે. સમ્યગ્દષ્ટિ જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન ન થાય. છે કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૮૭ની ચૂર્ણિમાં પાના નં. 119 ઉપર “શીઘ ક્ષપકશ્રેણિ માંડે' નો અર્થ '8 વર્ષ + માસપૃથક્વની વયે ક્ષપકશ્રેણિ માંડે,” એવો કર્યો છે.