________________ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી 165 (5) મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય = 2 :- ગુણિતકર્માશ ક્ષપક આ પ્રકૃતિઓના ચરમ સંક્રમ વખતે સર્વસંક્રમથી તેમનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (6) સમ્યક્વમોહનીય :- સાતમી નારકીમાં દ્વિચરમ અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પામી દીર્ઘકાળ સુધી ગુણસંક્રમ વડે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકો સમ્યક્વમોહનીયમાં નાંખે. પછી મિથ્યાત્વે આવી પહેલા સમયે સમ્યક્વમોહનીયનો મિથ્યાત્વમોહનીયમાં વ્યથાપ્રવૃત્તસંક્રમથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (7) અનંતાનુબંધી 4 :- ગુણિતકર્માશ સાતમી નરકનો જીવ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચમાં આવી ક્ષાયોપથમિક સમ્યક્ત પામી અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે તેના ચરમ સંક્રમ વખતે સર્વસંક્રમ વડે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (8) નપુંસકવેદ :- ગુણિતકર્માશ ઇશાન દેવલોકનો દેવ સંક્લેશમાં એકેન્દ્રિય યોગ્ય બાંધતો વારંવાર નપુંસકવેદ બાંધીને પછી દેવલોકમાંથી ચ્યવીને સ્ત્રી કે પુરુષ થાય. ત્યાં તે 8 વર્ષ “માસપૃથક્ત વીત્યા બાદ ક્ષપકશ્રેણિ માંડે. તેને નપુંસકવેદનો ક્ષય કરતા ચરમ સંક્રમ વખતે સર્વસંક્રમ વડે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. a સમ્યક્વમોહનીય બંધાતુ નથી, છતાં તેનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે કેમકે મિથ્યાત્વમોહનીય બંધાય છે અને તેના દલિકો જ શુદ્ધ થઈ સમ્યક્વમોહનીયરૂપ બને છે. 2 અહીં નપુંસકવેદી નથી કહ્યા, કેમકે નપુંસકવેદે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદના ક્ષય સમયે (લાંબાકાળે) નપુંસકવેદનો ક્ષય થવાથી ચરમ સંક્રમે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ન મળે. છે કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા 84 ની ચૂર્ણિમાં પાના નં. 118 ઉપર અહીં '8 વર્ષ + માસપૃથક્વ'નો અર્થ "8 વર્ષ + 7 માસ કર્યો છે.