________________ 1 64 ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી પ્રદેશસંક્રમના સ્વામિત્વમાં આ ગુણિતકર્માશ જીવનો અધિકાર છે. ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી - (1) જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય 5, ઔદારિક 7 = 21 :- ગુણિતકર્માશ જીવ સાતમી નરકમાંથી નીકળી પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચના ભવમાં આવે ત્યાં પ્રથમ આવલિકાના ચરમ સમયે આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. સાતમી નારકીના ચરમ સમયે ગ્રહણ કરેલા દલિકોને બંધાવલિકા પછી સંક્રમાવે. તેથી પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચના ભવની પ્રથમ આવલિકાના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે. (2) નિદ્રા , અસાતા, પહેલા સંઘયણ સિવાયના પ સંઘયણ, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, અશુભ વર્ણાદિ 9, કુખગતિ, ઉપઘાત, અપર્યાપ્ત, અસ્થિર 6, નીચગોત્ર = 32 :- ગુણિતકર્માશ ક્ષપક ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. | (3) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, થિણદ્ધિ 3, તિર્યંચ 2, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ, હાસ્ય 6 = 24 :- ગુણિતકર્માશ ક્ષેપક ૯મા ગુણઠાણે પોતપોતાના ચરમ સંક્રમ વખતે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. (4) સાતા :- ગુણિતકર્માશ જીવ સાતમી નરકમાંથી નીકળીને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં આવી ઉત્કૃષ્ટ બંધકાળ સુધી સાતા બાંધીને પછી અસાતા બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય. બંધાયેલ સાતાની તે સમયે બંધાવલિકા વીતી જવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે.