________________ ગુણિતકર્માશ જીવનું સ્વરૂપ 16 3 ઘણા ભવો કરે, અપર્યાપ્તાના અલ્પ ભવો કરે. ત્યાં અનેકવાર ઉત્કૃષ્ટયોગમાં અને ઉત્કૃષ્ટસંક્લેશમાં રહે. ત્યાં આયુષ્યબંધ વખતે જઘન્ય યોગસ્થાનમાં હોય ત્યાં ઉપરની સ્થિતિમાં ઘણા દલિકો નાંખે. (8) આમ ત્રસકાયની કાયસ્થિતિ સુધી ત્યાં ભમે તેમાં જેટલી વાર સાતમી નરકમાં જઈ શકાય તેટલી વાર જાય. જઘન્ય આયુષ્યવાળો હોય તો નિરંતર 3 વાર સાતમી નરકમાં જાય. ઉત્કૃષ્ટ આયુષ્યવાળો હોય તો નિરંતર 2 વાર સાતમી નરકમાં જાય. સાતમી નરકમાં આયુષ્ય લાંબુ છે અને યોગ-કષાયની ઉત્કટતા છે. તેથી ઘણા દલિકો ગ્રહણ કરે. (9) સાતમી નરકના છેલ્લા ભવમાં અન્ય નારકો કરતા જલ્દી પર્યાપ્ત થાય. અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તનો યોગ અસંખ્ય ગુણ હોય છે. તેથી ઘણા દલિકો ગ્રહણ કરે. ત્યાં અનેકવાર ઉત્કૃષ્ટ યોગમાં અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં રહે. (10) ત્યાં આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં યોગના યવમધ્યની ઉપરના યોગસ્થાનોમાં અસંખ્યગુણવૃદ્ધિએ રહે. (11) ત્યાં ત્રિચરમ સમયે અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશમાં હોય. તેથી ઘણી ઉદ્વર્તન અને અલ્પ અપવર્તન થાય. (12) ત્યાં દ્વિચરમ સમયે અને ચરમ સમયે ઉત્કૃષ્ટ યોગમાં હોય. તેથી ઘણા દલિકોનું ગ્રહણ થાય. ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ સંક્લેશ એકસાથે 1 સમય જ હોય. તેથી ત્રિચરમ સમયે-દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશ કહ્યો અને દ્વિચરમ સમયે-ચરમ સમયે ઉત્કૃષ્ટ યોગ કહ્યો. (13) ત્યાં ચરમ સમયે સંપૂર્ણ ગુણિતકર્માશ બને. ઉત્કૃષ્ટ