________________ 16 2 ગુણિતકર્માશ જીવનું સ્વરૂપ (1) કોઈ જીવ ત્રસકાયની કાયસ્થિતિ ન્યૂન 70 કોડાકોડી સાગરોપમ સુધી બાદર પૃથ્વીકાયમ રહે. અન્ય એકેન્દ્રિય કરતા બાદર પૃથ્વીકાયનું આયુષ્ય ઘણું છે. તેથી નિરંતર ઘણા સમય સુધી દલિક ગ્રહણ કરે. પૃથ્વીકાય બળવાન હોય છે. તેથી વેદના સહન કરવામાં સહિષ્ણુ હોય છે. તેથી ઘણા દલિકોની નિર્જરા થતી નથી. માટે બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કર્યું. (2) બાદર પૃથ્વીકાયમાં પર્યાપ્તાના ઘણા ભવો કરે, અપર્યાપ્તાના થોડા ભવો કરે. તેથી વારંવાર જન્મ-મરણથી ઘણા દલિકોની નિર્જરા ન થાય. કાયસ્થિતિ પૂરી કરવા અપર્યાપ્તાના ભવો કરે. (3) બાદર પૃથ્વીકાયમાં અનેકવાર ઉત્કૃષ્ટ યોગસ્થાનમાં રહે. તેથી ઘણા દલિકો આવે. (4) બાદર પૃથ્વીકાયમાં અનેકવાર ઉત્કૃષ્ટ સંક્લેશમાં રહે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને ઘણી સ્થિતિની ઉદ્વર્તન કરે અને અલ્પસ્થિતિની અપવર્તન કરે. (5) બાદર પૃથ્વીકાયના બધા ભવોમાં આયુષ્યબંધ વખતે જઘન્ય યોગમાં હોય, તેનું કારણ એ છે કે આયુષ્યબંધ વખતે જો ઉત્કૃષ્ટ યોગમાં હોય તો આયુષ્યના ઘણા પુદ્ગલોને ગ્રહણ કરે અને જ્ઞાનાવરણના ઘણા પુદ્ગલોની નિર્જરા કરે. (6) બાદર પૃથ્વીકાયમાં ઉપરની સ્થિતિમાં ઘણા દલિકો નાંખે. (7) આમ ત્રસકાયની કાયસ્થિતિ ન્યૂન 70 કોડાકોડી સાગરોપમ સુધી બાદર પૃથ્વીકાયમાં રહીને પછી ત્રસકાયમાં ઉત્પન્ન થાય. ત્યાં 2000 સાગરોપમ + પૂર્વકોટિપૃથક્ત કાળ સુધી રહે. ત્યાં પર્યાપ્તાના 0 ત્રસકાયની કાયસ્થિતિ = 2000 સાગરોપમ + પૂર્વકોટિપૃથક્ત.