________________ ઉદ્ધલનાસંક્રમના સ્વામી 151 ક્ષપકશ્રેણિમાં થનારા ઉઠ્ઠલનાસંક્રમ અંતર્મુહૂર્તમાં થાય છે. તે સિવાયના ઉદ્દલનાસક્રમો પલ્યોપમ(અસંખ્ય પ્રમાણ કાળમાં થાય છે. ઉલનાસંક્રમના સ્વામી - (1) આહારક 7 :- આહારક ૭ની સત્તાવાળો જીવ અવિરતિમાં આવી અંતર્મુહૂર્ત પછી પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળમાં તેનો ઉઠ્ઠલનાસંક્રમ કરે. (2) સમ્યક્વમોહનીય :- મોહનીયની ૨૮ની સત્તાવાળો મિથ્યાદષ્ટિ પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળમાં સમ્યક્વમોહનીયની ઉઠ્ઠલના કરે. (3) મિશ્રમોહનીય : મોહનીયની ૨૮ની સત્તાવાળો અને સમ્યક્વમોહનીયની ઉદ્ધલના થયા પછી મોહનીયની ૨૭ની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ જીવ પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળમાં મિશ્રમોહનીયની ઉધલના કરે. (4) દેવ 2, નરક 2, વૈક્રિય 7 = 11 :- નામની ૯પની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ એકેન્દ્રિય જીવ પલ્યોપમ અસંખ્ય પ્રમાણ કાળમાં દેવ રની ઉધલના કરે. ત્યારપછી તે પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળમાં નરક ર અને વૈક્રિય ૭ની ઉઠ્ઠલના કરે. (5) ઉચ્ચગોત્ર, મનુષ્ય 2 = 3 :- તેઉકાય-વાયુકાયના મિથ્યાષ્ટિ જીવો પલ્યોપમ અસંખ્ય પ્રમાણ કાળમાં ઉચ્ચગોત્રની ઉદ્ધલના કરે. ત્યારપછી પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળમાં મનુષ્ય રની ઉદ્દલના કરે.