________________ 150 ઉઠ્ઠલનાસંક્રમ ચરમ સ્થિતિખંડના ઉદયાવલિકા ઉપરના બધા દલિકો પરસ્થાનમાં નાંખે છે. તે પહેલા સમયે થોડા દલિકો નાંખે. તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ દલિકો નાંખે. તેના કરતા ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો નાંખે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે પૂર્વ પૂર્વ સમયે નંખાતા દલિકો કરતા અસંખ્યગુણ દલિકો નંખાય છે. ચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિમાં જે બધા દલિકો નંખાય છે તેને સર્વસંક્રમ કહેવાય છે. કિચરમ સ્થિતિખંડના ચરમ સમયે જેટલા દલિકો પરસ્થાનમાં સંક્રમાવે છે તેટલા જ ચરમ સ્થિતિખંડના દલિકો જો પ્રતિસમય પરસ્થાનમાં સંક્રમાવે તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળે ચરમ સ્થિતિખંડ ખાલી થાય. દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરસ્થાનમાં સંક્રમતા દલિકો પ્રમાણ દલિકો જો ચરમ સ્થિતિખંડના દરેક સમયે પરસ્થાનમાં સંક્રમાવે તો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશો જેટલા સમયોમાં (અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીમાં) ચરમ સ્થિતિખંડ ખાલી થાય. દ્વિચરમ સ્થિતિખંડન ચરમ સમયે પરસ્થાનમાં સંક્રમતા દલિકો પ્રમાણ દલિકો જ ચરમ સ્થિતિખંડના દરેક સમયે પરસ્થાનમાં સંક્રમાવે તો ચરમ સ્થિતિખંડમાં આવા અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશો જેટલા ખંડો થાય. દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે જેટલા દલિકો સ્વસ્થાનમાં સંક્રમાવે છે તેટલા જ ચરમ સ્થિતિખંડના દલિકો જો પ્રતિસમય પરસ્થાનમાં સંક્રમાવે તો પલ્યોપમ/અસંખ્ય પ્રમાણ કાળે ચરમ સ્થિતિખંડ ખાલી થાય.